Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ ૫૦૦ સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ

વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું. ત્યારપછી રાફેલ મુદ્દે ચોરાયેલી ફાઇલ તેમજ અનેક મુદ્દે પીએમ મોદીને ઘેરતા કોંગ્રેસે નારો આપ્યો હતો કે ચોકીદાર ચોર છે. જો કે આજકાલ ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની ગઇ છે. તેમજ આ મામલે રાહુલ ગાંધીએ પણ ચોકીદાર ચોર હૈનો નારો આપ્યો હતો. જો કે છેલ્લા બે દિવસથી ભાજપનાં તમામ નેતાઓ-કાર્યકરો પોતાને ચોકીદાર ગણાવી રહ્યા છે જેનાં ભાગરૂપે પીએમ મોદી, અમિત શાહ સહિતનાં નેતાઓએ પોતાનાં ટિ્‌વટર હેન્ડ્‌લ પર નામ બદલીને મેં ભી ચોકીદાર એવું નામ આપ્યું હતું. તેથી ચોકાદીરની રાજનિતીમાં ગરમાવો આવ્યો છે.કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે હું પણ ચોકીદાર અભિયાન અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, દેશમાં ચોકીદાર અભિયાન આજે જન આંદોલન બન્યુ છે. દેશના તમામ લોકો ચોકીદાર અભિયાન સાથે જોઈ રહ્યા છે. પરંતુ કેટલાક લોકો જામીન પર છે તેઓ ચોકીદાર અભિયાનથી પરેશાન થયા છે. જેમણે દેશના કરોડો ગરીબોને લૂંટ્યા છે તેઓ ચોકીદાર અભિયાનનો વિરોધ કરી રહ્યા છે.રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યુ કે, કોંગ્રેસના શાસનમાં મોટા કૌભાંડ કરવામાં આવ્યા અને દેશની ગરીબ જનતાને લૂંટવામાં આવી. ત્યારે ભાજપે ૫૦૦ સ્થળ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીના હું પણ ચોકીદાર અભિયાનની શરૂઆત કરાવવાનો નિર્ણય લીધો છે. રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યુ કે, જે લોકો જેએનયુમાં ટુકડા ગેંગને સમર્થન આપે છે તેઓ ભાજપ પર ટિપ્પણી કરી રહ્યા છે જેથી રાહુલ ગાંધી દેશની જનતા પાસે માફી માગે. રવિશંકર પ્રસાદે હું પણ ચોકીદાર અભિયાન અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, દેશમાં ચોકીદાર અભિયાન આજે જન આંદોલન બન્યું છે. દેશના તમામ લોકો ચોકીદાર અભિયાન સાથે જોઈ રહ્યા છે. પરંતુ કેટલાક લોકો જામીન પર છે તેઓ ચોકીદાર અભિયાનથી પરેશાન થયા છે.જેમણે દેશના કરોડો ગરીબોને લૂંટ્યા છે તેઓ ચોકીદાર અભિયાનનો વિરોધ કરી રહ્યા છે. રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં મોટા કૌભાંડ કરવામાં આવ્યા અને દેશની ગરીબ જનતાને લૂંટવામાં આવી. ત્યારે ભાજપે ૫૦૦ સ્થળ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીના હું પણ ચોકીદાર અભિયાનની શરૂઆત કરાવવાનો નિર્ણય લીધો છે.રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, જે લોકો જેએનયુમાં ટુકડા ગેંગને સમર્થન આપે છે તેઓ ભાજપ પર ટિપ્પણી કરી રહ્યા છે જેથી રાહુલ જનતા પાસે માફી માગે.રવિશંકર પ્રસાદે પ્રિયંકા ગાંધીની ટિપ્પણી અંગે જણાવ્યું હતું કે, દેશમાં ચોકીદાર ગરીબ માટે નહીં પણ દેશને લૂંટનારા માટે છે. જેમનો જન્મ ધનાઢ્ય પરિવારમાં થયો હોય તેમને ચોકીદાર કોને જોઈએ તે અંગે જાણ હોતી નથી.

Related posts

केरल ने राहुल गांधी को संसद में चुनकर एक विनाशकारी काम किया : गुहा

aapnugujarat

Out 17 K’taka disqualified MLA’s 16 joins BJP

aapnugujarat

વિમાની યાત્રીઓની સંખ્યા ઓક્ટોબરમાં ૧.૦૪ કરોડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1