Aapnu Gujarat
Uncategorized

વિમલ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને તેમજ ગીર સોમનાથ કોળી સમાજ દ્રારા ભગવાનબારડ ના સમર્થન માં ગિરસોમનાથ કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

૯૦-સોમનાથ યુવા ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને તેમજ ગીર સોમનાથ કોળી સમાજ દ્રારા તાલાળા ના ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડના સમર્થન માં આવેદન પત્ર આપવામાં આવેલ જેમાં ગીર સોમનાથ કોળી સમાજના પટેલશ્રીઓ /પ્રમુખશ્રીઓ/નગરપાલિકાના કૌન્સિલરો/તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ/ જિલ્લા પંચાયતના સભ્યશ્રી યુવાન મિત્ર મંડળ વગેરે મોટી સંખ્યા માં હાજરી આપી હતી
ગુજરાત આહીર સમાજના અગ્રણી અને કોંગ્રેસ પક્ષના તાલાળાના ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ સામે કોઈ પણ કાર્યવાહી કરવા અંગે કાયદામાં કોઈ જોગવાઈ ન હોય છતાં માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરી દાખવીને આપખુદી મનસ્વી રીતે તાલાળાના કોંગ્રેસનાં ધારાસભ્યશ્રી ભગવાનભાઇ બરાડને વિધાનસભ્ય તરીકે દૂર કરવાનો નિર્ણય કર્યો છે.આ સંજોગો કોંગ્રેસ પક્ષ વિધાનસભા સ્પીકરના આ મનસ્વી અને આપખુદી નિર્ણય ને ગીર સોમનાથ જિલ્લાના કોળી સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. તેમજ રાષ્ટ્રીય પ્રમુખ જેમના નેતાઓ માનવ તસ્કર જેવા ગંભીર ગુણહમાં સંડોવાયેલા હોય તેવા ભારતીય જનતા પક્ષ માટે પ્રજા સેવા એક ધંધો બની ગયો છે ભૂતકાળ માં ભાજપ સરકારના ધારાસભ્યો સાંસદ સભ્યઓ અને મંત્રી ઓને ક્યારેય સભ્ય પદ પરથી દૂર કરવામાં નથી કરવામાં આવ્યા ,જેવા ભારતીય જનતા પક્ષના ધારાસભ્યશ્રીઓ અને સાંસદ શ્રી સામે અનેક ગંભીર ગુનાહમાં ગંભીર સજા જાહેર કરવામાં આવેલ હોવાના કિસ્સાઓ મોજૂદ છે આમ છતાં ભાજપના ગુનેગાર ધારાસભ્યો અને સાંસદ સભ્યો સામે ભૂતકાળ કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી અને કોંગ્રેસના તાલાળાના ધારાસભ્યશ્રી ભગવાનભાઇ બારડ સામે કેસની કાર્યવાહી કોર્ટ માં ચાલુ હોવા છતાં વિધાનસભાના સ્પીકરે તેમની સ્પીકર ગરિમા ને અણછાજત વર્તન રૂપે ગેર બંધારણીય રીતે આપખુદી મનસ્વી રીતે તાલાળા ના કોંગ્રેસ ના ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડને વિધાન સભ્ય પદ પર થી દૂર કરવાનો નિર્ણય કર્યો છે. જેથી બંધારણીય રીતે અને લોકશાહી મૂલ્યોની રાજયમાં પુનઃ સ્થાપના ની ગીર સોમનાથ જિલ્લાના કોળી સમાજની લાગણી અને માંગણી છે.

તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

વાસણામાં જ્વેલર્સની દુકાનમાં તસ્કરો ત્રાટક્યાં

editor

અમિતાભ વર્ષ ૨૦૧૯માં પણ વ્યસ્ત હશે : અહેવાલ

aapnugujarat

સુરેન્દ્રનગરના લીબંડીનો સીતારો સૌરાષ્ટ્ર લેવલે ચમકચો

editor

Leave a Comment

UA-96247877-1