યુવા પેઢીમાં લોકપ્રિયતા ધરાવનાર વરૂણ ધવન સાથે કામ કરીને જેક્લીન ભારે ખુશ છે. તેને લાંબા સમય બાદ વધુ એક મોટી અને હિટ ફિલ્મ હાથ લાગી ગઇ છે. જે તેની કેરિયરનાં નવો વળાંક લાવી શકે છે. વરૂણ સલમાનખાન અભિનિત સુપરહિટ ફિલ્મ જુડવાની સિક્વલમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ તેના પિતા ડેવિડ ધવન જ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં જેક્લીનને લેવામાં આવી છે. વરૂણ પિતાની ફિલ્મમાં કામ કરવાને લઇને ભારે ઉત્સુક છે. હાલમાં જ થ્રીલર ફિલ્મમાં કામ કરીને તમામ ચાહકોને ચોંકાવી દીધા હતા. સાથે સાથે સાબિતી પણ આપી હતી કે તે એક્શન અને થ્રીલર ફિલ્મોમાં પણ સફળરીતે કામ કરી શકે છે. નેગેટિવ રોલ પણ તે સારી રીતે કરી શકે છે તે બાબત સાબિત કરવામાં તે સફળ રહ્યો છે. શ્રીરામ રાઘવનની ફિલ્મમાં વરૂણે બદલો લેવાની ભાવના ધરાવનાર યુવાનની ભૂમિકા અદા કરી હતી. તાજેતરમાં જ એક મુલાકાતમાં વરૂણે કહ્યુ હતુ કે તે હમેંશા એક થ્રીલર ફિલ્મ કરવા માંગતો હતો અને આખરે શ્રીરામ રાઘવનની ફિલ્મ મારફતે તેની ઇચ્છા પૂર્ણ થઇ હતી. હજુ સુધી વરૂણની પ્રતિષ્ઠા રોમેન્ટિક હિરો તરીકેની રહી છે. પરંતુ હવે તે ક્રાઇમ થ્રીલર ફિલ્મમાં પણ સફળ રીતે રોલ અદા કરી ગયો છે.
લોકપ્રિય વરૂણે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે બોલિવુડમાં સફળરીતે એન્ટ્રી કરી હતી. પ્રથમ ફિલ્મથી જ તે લોકોમાં લોકપ્રિય બન્યો હતો. મે તેરા હિરો ફિલ્મમાં પણ તે સફળ રહ્યો હતો. જુડવાની સિક્વલ ફિલ્મમાં તેની સાથે બે અભિનેત્રી કામ કરી રહી છે. જે પૈકી એક જેક્લીન અને બીજી તાપ્સી પન્નુનો સમાવેશ થાય છે. બન્ને અભિનેત્રીઓ હાલમાં જુદા જુદા રોલ કરીને પોતાની કુશળતા સાબિત કરી ચુકી છે. તાપ્સી પિન્ક બાદ ભારે લોકપ્રિય થઇ રહી છે.