રાધિકા આપ્ટેનુ નામ આવતાની સાથે જ બોલિવુડની સેક્સી સ્ટારની ઇમેજ તાજી થઇ જાય છે. રાધિકા આપ્ટેએ ટુંકા ગાળામાં જ પોતાની જુદી જુદી એક્ટિંગ કુશળતાના કારણે તમામ લોકોના મન જીતી લીધા છે. હવે રાધિકાનુ સપનુ માત્ર બોલિવુડ અને હોલિવુડ સુધી જ મર્યાદિત નથી. તે વર્લ્ડ સિનેમાનો હિસ્સો બનવાની ઇચ્છા ધરાવે છે. હોલિવુડ અને બ્રિટીશ સિનેમા સુધી જ તે મર્યાદિત રહેવા માટે ઇચ્છુક નથી. તેનુ કહેવુ છે કે તે હોલિવુડની ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તેને ચોક્કસપણે રોલ મળશે જ. રાધિકા વર્ષ ૨૦૦૫માં નાનકડા રોલ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પ્રવેશી હતી. પ્રથમ ફિલ્મ વાહ મારફતે તે બોલિવુડમાં પ્રવેશી હતી. તે જે ફિલ્મમાં કામ કરી ચુકી છે તેમાં લાઇફ હો તો એસી, અને શોર ફિલ્મનો સમાવેશ થાય છે. સિટી અને કાબલી ફિલ્મમાં પણ તે ચમકી હતી. હાલમાં શોર્ટ ફિલ્મ આહલ્યા મારફતે તે નજરે પડી હતી. રાધિકાનુ કહેવુ છે કે દેશમાં મહિલાસ્થિતી વધારે સારી બની રહી છે. તે માઉન્ટેન મેન અને હવે પેડમેનમાં પણ કામ કરી રહી છે. ફિલ્મ નિર્માતા આર બાલ્કીની ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા અદા કરી રહ્યો છે. તેની આ ફિલ્મ મહત્વકાંક્ષી ફિલ્મ સાબિત થઇ શકે છે.
બોલિવુડમાં ફિલ્મની ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. રાધિકાની છાપ બોલિવુડમાં એક સેક્સી સ્ટાર તરીકેની બની છે. તે હોરર ફિલ્મમાં કામ કરી ચુકી છે. રાધિકા કોઇ પણ વિષય પર બોલ્ડ નિવેદન કરવા માટે પણ જાણીતી રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ