Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ મમતાને પડકાર ફેંકવા તૈયાર

લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો પોત પોતાની તૈયારી અને વ્યુહરચના ઘડવામાં લાગી ગયા છે. આ વખતની ચૂંટણી પશ્ચિમ બંગાળમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસી માટે પણ પડકારરૂપ રહી શકે છે. કારણ કે ભાજપની તાકાત દિન પ્રતિદિન વધી રહી છે. આના માટે કારણ એ છે કે પાર્ટી પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્રમકરીતે બંગાળમાં ધ્યાન આપ્યુ છે. અનેક કાર્યક્રમ સતત યોજ્યા છે. મમતા બેનર્જી પોતે પણ માનવા લાગી ગયા છે કે ભાજપની સ્થિતી મજબુત થઇ રહી છે અને તે પડકાર ફેંકી શકે છે. જેથી પોતાની તૈયારીમાં લાગી ગયા છે. રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની ભૂમિકાને મજબુત કરવામાં લાગેલા મમતા બેર્જી કિંગ મેકર તરીકે પણ રહી શકે છે. તેઓ માને છે કે લોકસભા ચૂંટણીમાં તે ભાજપ અને કોંગ્રેસ બાદ ત્રીજા સ્થાન પર રહે. આના માટે ખાસ રણનિતી પણ બનાવી રહ્યા છે. મમતા બેનર્જીએ આ વખતે ૩૪ વર્તમાન સાંસદો પૈકી આઠને ટિકિટ આપી નથી. જ્યારે બે પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે. સ્થાનિક મુદ્દા પર લોકોની નારાજગીથી બચવા માટે આને યોગ્ય ઉપાય તરીકે ગણવામાં આવી શકે છે. સત્તા વિરોધી લહેરથી બચવાના પ્રયાસ પણ મમતા દ્વારા કરવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જી ભાજપનો સામનો કરવા કેટલાક નવા કાર્ડ રમી રહી છે. જેના ભાગરૂપે આ વખતે ૪૦ ટકા કરતા વધારે ટિકિટ મહિલાઓને આપી છે. મહિલાઓને પોતાની તરફેણમાં કરવાના આ પ્રયાસને સફળ પ્રયાસ તરીકે ગણી શકાય છે. મમતા બેનર્જી પોતે માને છે કે ચૂંટણી મુશ્કેલ છે. ભાજપ સામે તેમની કસૌટી થઇ શકે છે. મમતા બેનર્જીએ કહ્યુ હતુ કે જો માયાવતી અને અખિલેશ તેમને આમંત્રણ આપશે તો વારાણસીમાં મોદીની સામે પ્રચાર પણ કરશે. આ વખતે પશ્ચિમ બંગાળમાં સામાન્ય ચૂંટણીમાં તૃણમુલ અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી રહી છે. અનેક જિલ્લાઓમાં ડાબેરીઓના ગઢ તુટી પડ્યા છે. આવી સ્થિતિમાં ભાજપની સ્થિતિ મજબૂત બની છે. આવી સ્થિતિમાં ડાબેરીઓએ કોંગ્રેસ સાથે મળીને ભાજપ અને તૃણમુલની સામે લડવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનર્જી પોતે કહી ચુકી છે કે, ભાજપની સ્થિતિ આ વખતે મજબૂત દેખાઈ રહી છે. બુધવારના દિવસે ભાજપે પશ્ચિમ બંગાળમાં વધતી જતી હિંસા વચ્ચે આ રાજ્યને અતિસંવેદનશીલ જાહેર કરવાની માંગ કરી હતી. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, બંગાળમાં યોજાનારી ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રહે તે માટે રાજ્યને અતિસંવેદનશીલ જાહેર કરવાની માંગ છે. ભાજપે તમામ મતદાન મથકો ઉપર કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના જવાનોની તૈનાતી કરવાની માંગ કરી છે.

Related posts

જગન રેડ્ડી ઉપર એરપોર્ટ પર હુમલો, યુવકની અટકાયત

aapnugujarat

ભારતમાં સ્ત્રીઓની મારપીટને પુરુષો વ્યાજબી સમજે છે : રિપોર્ટ

aapnugujarat

कृषि बिल कानून : सुरजेवाला ने कहा – मोदी सरकार ने किसानों की आँखों में धूल झोंकने का काम किया

editor

Leave a Comment

UA-96247877-1