Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રચારમાં સબરીમાલા મંદિર વિવાદનો દુરુપયોગ થવો જોઈએ નહીં : ચૂંટણી પંચ

કેરળમાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન સબરીમાલા મુદ્દે રોક લગાવ્યા બાદ હવે અધિકારીઓએ સ્પષ્ટતા આપી છે. ચૂંટણી પંચના એક અધિકારીએ કહ્યુ કે તેમના કહેવાનો અર્થ છે કે સબરીમાલા મુદ્દાનો ખોટો ઉપયોગ થવો જોઈએ નહીં.
કેરળ ચૂંટણી કમિશ્નર રામ મીણાએ સબરીમાલા મુદ્દાને પ્રચારમાં ઉપયોગ ના કરવાનો આદેશ આપ્યો હતો, જે બાદ રાજ્યમાં રાજકીય વિવાદ પેદા થઈ ગયો હતો.
એટલું જ નહીં એક અધિવક્તાએ તેમના વિરુદ્ધ કેસ પણ નોંધાવ્યો છે. કેટલાક બીજા નેતાઓએ પણ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની વાત કહી હતી.જે બાદ ટીકા રામે નિવેદનને બદલતા કહ્યુ કે તેમના કહેવાનો અર્થ માત્ર એ હતો કે આ મુદ્દાનો ખોટો ઉપયોગ થવો જોઈએ નહીં. ચૂંટણી પંચ દ્વારા સબરીમાલા મામલે રોક લગાવવા પર વિપક્ષી કોંગ્રેસ અને ભાજપે આ નિર્દેશનો વિરોધ કરતા પ્રશ્ન ઉઠાવ્યા હતા. ભાજપે એ પણ કહ્યુ હતુ કે તે આ મુદ્દાને મુખ્ય ચૂંટણી પંચની સામે ઉઠાવશે.

Related posts

ઇપીએફઓ ૮.૬૫ ટકા વ્યાજદર જાળવશે : ૨૧મીએ મિટિંગ મળશે

aapnugujarat

અમે ઓઆરઓપી આપ્યું, જ્યારે કોંગ્રેસે ‘ઓન્લી રાહુલ ઓન્લી પ્રિયંકા’ : અમિત શાહ

aapnugujarat

કેન્દ્રિય કેબિનેટમાં આજે ફેરફાર : મોદી ચોંકાવી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1