Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકારમાં બોગસ એનજીઓ થયા ઓછા, ૧૩૦૦૦ થયા બંધ

નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનને વિદેશથી મળતા ડોનેશન નરેન્દ્ર મોદી સરકારની સખતીથી તેમાં છેલ્લા ચાર વર્ષમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. વિદેશી કન્સલ્ટન્સી ફર્મ બેન એન્ડ કંપનીના એક રિપોર્ટ અનુસાર, મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ૧૩ હજારથી વધુ એનજીઓના લાઇસન્સ ગૃહ મંત્રાલય દ્વારા રદ્દ કરવામાં આવ્યા છે. માત્ર ૨૦૧૭માં આશરે ૪૮૦૦ એનજીઓના લાઇસન્સ રદ્દ થયા છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, વિદેશી દાનમાં આશરે ૪૦ ટકાનો ઘટાડો થયો છે. વિદેશી દાનને અધિનિયમિત કરનારા કાયદા એફસીઆરએ અધિનિયમના ઉલ્લંઘનને લઈને સરકાર તરફથી એનજીઓ એકમ વિરુદ્ધ કાર્યવાહી વચ્ચે વિદેશી દાનમાં ઘટાડો થયો છે. કાર્યવાહીમાં ઘણા સંગઠન વિભિન્ન બંધારણિય અધિકારોનું સંરક્ષણના કામ માટે ઉભા કરવામાં આવ્યા છે. આ સંગઠનોએ સરકારની કાર્યવાહી પર હોબાળો કર્યો અને તેને કાયદાકિય પ્રક્રિયાનો દુરૂપયોગ ગણાવ્યો હતો.મોદી સરકારે ગત વર્ષે રિઝર્વ બેન્કના બોર્ડના સભ્ય નચિકેત મોચનો કાર્યકાળ ઓછો કરી દીધો હતો. મોર ભારતમાં બિલ એન્ડ મેલિન્ડા ગે્‌ટ્‌સ ફાઉન્ડેશનના નિયામક છે. રાષ્ટ્રીય સ્વયંસેવલ સંઘ સાથે જોડાયેલ સંગઠન સ્વદેશી જાગરણ મંચે મોરને હટાવવાનું અભિયાન ચલાવ્યું હતું. ફોર્ડ ફાઉન્ડેશન અને એમનેસ્ટી આંતરરાષ્ટ્રીય જેવા મોટા વિદેશી એનજીઓએ પણ સરકારની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.આ દરમિયાન ખાનગી સમાજસેવી લોકોનું યોગદાન વધ્યું છે. કુલ પર્સનલ ફાઇનાન્સિંગ ફાઇનાન્સ વર્ષ ૨૦૧૪-૧૫માં ૬૦ હજાર કરોડ રૂપિયા હતું જે નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮માં વધીને ૭૦ હજાર કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું હતું. ભારતીય ઉદ્યોગ જગતે આ સમયગાળામાં કોર્પોરેટ સામાજીક જવાબદારી હેઠળ ૧૩ હજાર કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. સહ ૧૨ ટકાની વૃદ્ધી દર્શાવે છે. આ સિવાય વ્યક્તિગત દાનકર્તાઓએ ૪૩૦૦૦ કરોડ રૂપિયા રહ્યું જે વૃદ્ધી દર્શાવે છે.

Related posts

બંગાળમાં ઝંઝાવતી પ્રચાર કરવા મોદી સજ્જ

aapnugujarat

નેપાળ વગર તો અમારા ધામ અને રામ પણ અધૂરા : મોદી

aapnugujarat

બટાકા અને ડુંગળીના ભાવમાં થયો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1