Aapnu Gujarat
રમતગમત

ચેન્નઈ સુપરકિંગ્સની ડોક્યૂમેન્ટ્રીમાં ધોનીએ કહ્યું- હત્યાથી મોટો અપરાધ છે મેચ ફિક્સિંગ

ચેન્નઈ સુપરકિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની ગત સિઝનમાં બે વર્ષ બાદ વાપસી કરી હતી. ટીમ પર મેચ ફિક્સિંગના આરોપોને કારણે બે વર્ષના પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટીમે વાપસી કરતા ત્રીજીવાર આઈપીએલનું ટાઇટલ જીત્યું હતું. ચેન્નઈએ પ્રતિબંધથી વાપસી સુધીની સફરને લઈને એક ડોક્યૂમેન્ટ્રી ’રોર ઓફ ધ લાયન’ બનાવી છે. આ ૪૫ સેકન્ડના ટ્રેલરમાં ટીમના કેપ્ટન ધોનીએ કહ્યું- તેના માટે સૌથી મોટો ગુનો હત્યા નહીં, પરંતુ મેચ ફિક્સિંગ કરવો હશે.
ટ્રેલરમાં ધોનીએ કહ્યું, ટીમ મેચ ફિક્સિંગમાં સામેલ હતી, મારા પર પણ આરોપ લાગ્યા હતા. આ અમારા બધા માટે મુશ્કેલ સમય હતો. વાપસી કરવી ભાવુક ક્ષણ હતી અને મેં હંમેશા કહ્યું છે કે, જે વસ્તુથી તમારુ મોત થતું નથી તે તમને મજબૂત બનાવે છે.
ડોક્યૂમેન્ટ્રી ૨૦ માર્ચે હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. ૨૦૧૩માં સ્પોટ ફિક્સિંગ વિવાદમાં ચેન્નઈ અને રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટના રોલને શંકાસ્પદ માનવામાં આવ્યો હતો. ત્યારબાદ જુલાઈ ૨૦૧૫ બંન્ને ટીમોને એકસાથે બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રાજસ્થાનના માલિક રાજ કુંદ્રા અને ચેન્નઈ ટીમના તત્કાલિન સીઈઓ ગુરૂનાથ મયપ્પન પર આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. રાજસ્થાન અને ચેન્નઈની જગ્યાએ ૨૦૧૬ અને ૨૦૧૭માં ગુજરાત લાયન્સ અને પુણે સુપરજાયન્ટસની ટીમ રમી હતી.

Related posts

Cantor Fitzgerald U-21 International 4-Nations tournament: India beats Canada by 2-0

aapnugujarat

ભારત-શ્રીલંકાની વચ્ચે આજે એકમાત્ર ટ્‌વેન્ટી જંગ ખેલાશે

aapnugujarat

Pakistan defeats Afghanistan by 3 wickets in WC 2019

aapnugujarat

Leave a Comment

UA-96247877-1