Aapnu Gujarat
રાષ્ટ્રીય

માત્ર મંદિર નિર્માણને લઇને ચર્ચાવિચારણા થશે, નહીં તો મધ્યસ્થતાનો બહિષ્કાર થશે : હિંદુ મહાસભા

અખિલ ભારત હિંદુ મહાસભના રાષ્ટ્રીય મહાસચિવ મુન્ના કુમાર શર્માએ સુપ્રીમ કોર્ટ દ્વારા રવિશંકરને શ્રીરામ જન્મભૂમિ મામલે મધ્યસ્થા માટે નિયુક્ત કરવાના નિર્ણયનું સ્વાગત અને સમર્થન કર્યું હતું, પરંતુ બાબરી મસ્જિદને લઇને કોઇ ચર્ચા નહીં થાય.
તેમણે જણાવ્યું હતું કે પૂર્વમાં રવિશંકર દ્વારા શ્રીરામ જન્મભૂમિ મામલે વાતચીત કરીને પ્રશ્નનો ઉકેલ લવવા માટેનો પ્રયાસ કર્યો હતો. જેમાં હિંદુ મહાસભા સહિત બધા જ પક્ષકારોએ ભાગ લીધો હતો.
તેમણે જણાવ્યું હતું કે અમને આશા છે કે રવિશંકર આ મામલે વાતચીત કરીને ઉકેલ લાવી શકશે અને શ્રીરામ જન્નભૂમિ પર ભવ્ય રામ મંદિર બનાવવાનો રસ્તો એકદમ સાફ થઇ જશે.
ભગવાન શ્રીરામ ૧૨૫ કરોડ હિંદુઓ માટે મર્યાદા પુરુષોત્તમ છે તેમના જન્મસ્થાન પર મંદિરનું ન બનવું હિન્દુસ્તાન પર મોટું કલંક છે.મુન્ના કુમાર શર્માએ જણાવ્યું હતું કે મંદિર સીવાય અન્ય કોઇ બાબત પર વાતચીત કરવામાં આવશે નહીં. મધ્યસ્થોએ આ મામલે માત્ર રામ મંદિર નિર્માણને લઇને જ સમાધાન કરવાને લઇને જ ચર્ચા-વિચારણા થવી જોઇએ અને જો મધ્યસ્થીઓ દ્વારા જો મસ્જિદ પર વાત થશે તો હિંદુ મહાસભા મધ્યસ્થતાનો બહિષ્કાર કરશે.
વધુમાં બાબરને લઇને વિવાદિત નિવેદન આપતા શર્મા જણાવે છે કે બાબર લૂટારો હતો અને આક્રમણકારી હતો. તેણે લાખો હિંદુઓનું કત્લેઆમ કર્યું હતું અને હજારો હિંદુ મંદિર તોડી પાડ્યા હતા. એટલા માટે આવા હિંદુ વિરોધી બાબરના નામ ઉપર કોઇપણ મસ્જિદ હિન્દુસ્તાનમાં બનાવા દેવામાં આવશે નહીં.

Related posts

Khattar takes oath as Haryana CM, Dushyant Chautala as deputy CM

aapnugujarat

ચૂંટણીમાં નાણાં વ્યવહારો પર ચૂંટણી પંચ નજર રાખશે

aapnugujarat

केरल में कांग्रेस नेता की हत्या : सीपीएम पर आरोप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1