Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતે ચાબહાર પોર્ટથી નિકાસ વધારતા પાક.ને પડ્યો ફટકો

પાકિસ્તાનને ચોતરફી ઘેરવાની ભારતની રણનીતિને સફળતા મળી રહી છે. દુશ્મનનો દુશ્મન તે મિત્ર હોય તે નીતિએ હવે પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આફઘાનિસ્તાન ભારતનો સાથ આપવા આગળ આવ્યું છે. સાથોસાથ ઈરાન પણ ભારત સાથે સારી મિત્રતા નિભાવી રહ્યું છે. જેને પરિણામે પાકિસ્તાનને જોરદાર ઝટકો લાગતા, તેને નુકસાન વેંઠવાનો વારો આવ્યો છે. પાકિસ્તાનના ભારત સાથેના વેપારને ચાબહાર પોર્ટથી ભારે મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બંને પડોશી દેશો વચ્ચે એક સમયે ૫ અરબ ડોલર જેટલો દ્વિપક્ષીય વેપાર હતો. જે ઘટીને આજે દોઢ અરબ ડોલર જેટલો થઈ ગયો છે.પાકિસતાનને જોરદાર ઝટકો આપવામાં ભારતને મળેલી સફળતા પાછળ પાકિસ્તાન કે અફઘાનિસ્તાન નહિં પણ ઈરાનનું ચાબહાર પોર્ટ છે. જે ભારતના સહયોગથી નિર્માણ પામ્યું હતું. પાકિસ્તાનના વેપાર ધંધાની કમર તોડી નાંખવાના ઈરાદે ભારતે તોડ કાઢીને અફઘાનિસ્તાન પાકિસ્તાન થકી માલસામાન મોકલવાને બદલે હવે ઈરાનના ચાબહાર પોર્ટનો ઉપયોગ કરવા માંડ્યો છે.ભારતની આ લાંબાગાળાની રણનીતિનું ફળ છે. કારણકે ભારતે આ કારણે જ ચાબહાર પોર્ટના ડેવલપમેન્ટમાં રસ દાખવ્યો હતો. જેથી સહેલાઈથી ઈરાનના રસ્તે આરામથી અફઘાનિસ્તાન માલસામાન પહોંચી શકે. ભારતે આ માટે ચાબહાર પોર્ટ પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કર્યો એટલું જ નહિં ઈરાનથી અફઘાનિસ્તાન સુધી રોડ નિર્માણ પણ કરાવ્યો.ઈરાન ચાબહાર પોર્ટેને અફઘાનિસ્તાનથી જોડવા માટે એક રેલવે લાઈનનું નિર્માણ કરી રહ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં ભારતે ચાબહાર પોર્ટ દ્વારા અફઘાનિસ્તાનને ૧.૧ મિલિયન ઘઉં અને ૨૦૦૦ ટન મસૂરની દાળ નિકાસ કરી છે. બંને દેશોએ વર્ષ ૨૦૧૭માં એક એર કોરિડોર સ્થાપિત કર્યો હતો. અફઘાનિસ્તાને પણ પાછલા મહિને ઈરાનના પોર્ટ દ્વારા ભારતમાં નિકાસ શરૂ કરી હતી.ચારેય તરફ જમીનથી ઘેરાયેલું યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન પોતાની અર્થવ્યવસ્થા સુધારવા માટે વિદેશી બજારો સુધી પોતાની પહોંચ બનાવી રહ્યું છે. એ થકી તે ૫૭ ટન ડ્રાઈ ફ્રૂટ્‌સ, ટેક્સટાઈલ્સ, કાર્પેટ અને મિનરલ પ્રોડક્ટ્‌સ લઈને ૨૩ ટ્રકોને પશ્ચિમી અફઘાન શહેર જારંજથી ઈરાનના ચાબહાર પોર્ટ માટે રવાના કરવામાં આવી હતી. આ ખેપ જહાજ દ્વારા મુંબઈ પહોંચી હતી. વર્ષ ૨૦૧૮માં અફઘાનિસ્તાનની ભારતમાં નિકાસ ૭૪૦ મિલિયન ડોલર હતી. જે એ સમયે આ સૌથી મોટું નિકાસ કેન્દ્ર હતું.ભારતના આ પગલાંથી પાકિસ્તાનને એક મોટો ઝટકો લાગ્યો છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૫ અરબ ડોલરના સર્વોચ્ચ સ્તરથી ઘટીને પાછલા દોઢ વર્ષમાં દોઢ અરબ ડોલર જેટલો રહી ગયો છે. તેનાથી તેના રાજસ્વમાં મોટો ઘટાડો થયો છે. પાકિસ્તાનના વિશ્લેષક અહમદ રાશિદનું માનવું છે કે ઈરાનનું ચાબહાર પોર્ટ પોતાની પૂરી ક્ષમતાથી કામ કરી રહ્યું છે જ્યારે પાકિસ્તાનના ડીપ સી પોર્ટ ગ્વાદરમાં હજી માલસામાન પરિવહન બેહદ ઓછો છે.ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલા ગ્વાદર પોર્ટનું નિર્માણ ચીન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન આર્થિક કરાર હેઠળ બનાવવામાં આવતા ગ્વાદર પોર્ટમાં ચીને અરબો ડોલરનું રોકાણ કર્યું છે. એટલું જ નહિ આવતા ૪૦ વર્ષો સુધી ચીનની કંપનીને તેના રાજસ્વનો ૯૧ ટકા હિસ્સો મળશે. જ્યારે ગ્વાદર પોર્ટ ઓથોરિટી પાસે માત્ર ૯ ટકા ભાગ રહેશે. બંને દેશો વચ્ચે એ સિવાય ૪૦ વર્ષ સુધીનો બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ છે. જે ટેકનીકલ રૂપે લીઝથી અલગ છે. આથી એ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન પોતાના જ ગ્વાદર પોર્ટ પર આગામી ૪૦ વર્ષો સુધી કબજો નહિં મેળવી શકે.

Related posts

सड़क मंत्रालय राजमार्गों पर वन्यजीवों की सुरक्षित आवाजाही के लिए 1,200 करोड़ रुपए खर्च करेगा

editor

કર્ણાટકની માંડ્યા સીટ પર પુત્ર નિખિલ ગૌડાની હારનો ભય રહેતાં મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ બુથોથી રિપોર્ટ મંગાવ્યાં

aapnugujarat

जम्मू कश्मीर में आतंकवादी हमला, CRPF के 3 जवान शहीद, 4 घायल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1