Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકની માંડ્યા સીટ પર પુત્ર નિખિલ ગૌડાની હારનો ભય રહેતાં મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ બુથોથી રિપોર્ટ મંગાવ્યાં

કર્ણાટકની માંડ્યા લોકસભા સીટ પરથી રાજ્યના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ ગૌડા ચૂંટણી મેદાનમાં હતા. જો કે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે રીતે સંકેતો મળી રહ્યા છે તે સંકેતોના કારણે કુમારસ્વામીની તકલીફ વધી ગઇ છે. ચિંતિત થયેલા કુમારસ્વામીએ હવે દરેક બુથ પરથી રિપોર્ટની માંગ કરી છે. કુમારસ્વામીના નજીકના લોકો પણ સંકેત આપી ચુક્યા છે કે માંડ્યા સીટ પર જો નિખિલની જીત થશે તો પણ ખુબ ઓછા અંતરથી થશે. માંડ્યા સીટ પર આ વતે રેકોર્ડ ૮૦ ટકા મતદાન થયુ છે. નિખિલની સામે ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવાર સુમલતા અંબરીશ છે. કુમારસ્વામીના એક નજીકના લોકોએ કહ્યુ છે કે અમે ભારે અંતરની જીતનો દાવો કરી શકવાની સ્થિતીમાં નથી. અમે માત્ર ૬૦ હજારના મતથી જીતવાનો દાવો કરી રહ્યા છીએ. કુમારસ્વામીએ અલગ અલગ સુત્રો પાસેથી ડેટાની માંગ કરી છે.પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયું હતું. ગઇકાલે સોમવારના દિવસે પાંચમા તબક્કામાં મતદાન થયુ હતુ. મતદાનની ટકાવારી ૬૨ ટકા કરતા વધારે રહી હતી.
હવે છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયું હતું. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. અગાઉના ચારેય તબક્કાની જેમ પાંચમાં તબક્કાના મતદાન વેળા પણ તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ.

Related posts

J&K के हालात जानने अजीत डोभाल से मिले गृहमंत्री शाह

aapnugujarat

ટેક્સ સ્લેબમાં ફેરફાર વિના પણ મધ્યમ વર્ગને રાહતો અપાઈ છે : અરુણ જેટલી

aapnugujarat

ગૌમાંસ મામલે નાગપુરમાં કરી વેપારીની ધોલાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1