Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ગૌતમ ગંભીર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે

લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી માટે આક્રમક તૈયારી કરી લીધી છે. અન્ય રાજકીય પક્ષો કરતા તૈયારીમાં ભારતીય જનતા પાર્ટી ખુબ આગળ છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં મોદીની લહેર વચ્ચે દેશભરમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો. સાથે સાથે દિલ્હીની સાતેય બેઠકો પર જીત મેળવી લીધી હતી. જો કે આ વખતે શાસન વિરોધી લહેર પણ જોવા મળે છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી નવી રણનિતી હેઠળ વિચેલા વર્ષોના સ્ટાર ક્રિકેટ ખેલાડી નવજોત સિદ્ધુ સહિત એક કેન્દ્રિય પ્રધાનને ટિકિટ આપી શકે છે. વિરોધી પાર્ટીના એક પૂર્વ સાંસદ અને કેટલાક ધારાસભ્યોને ટિકિટ આપી શકે છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ માહિતી આપતા કહ્યુ છે કે પાર્ટી સતત ગૌતમ ગંભીરના સંપર્કમાં છે. તેમને મિનાક્ષી લેખીની જગ્યાએ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. એક અન્ય ભાજપના નેતાએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યુ છે કે ગૌતમ ગંભીર સામાન્ય રીતે આમ આદમી પાર્ટીની ટિકા કરતા રહે છે. જેના કારણે અંદાજ લગાવી શકાય છે કે તેઓ રાજનીતિમાં એન્ટ્રી કરનાર છે. જો કે તેમને કઇ સિટ પરથી ઉતારવામાં આવશે તે અંગે હાલમાં વાત કરવી સરળ નથી.એમ પણ કહેવામાં આવે છે કે છેલ્લી લોકસભા ચૂંટણીમાં ચાંદની ચોક સીટ પરથી સાંસદ રહેલા હર્ષવર્ધનને પૂર્વીય દિલ્હીમાંથી ટિકિટ મળી શકે છે. જ્યારે તેમની સીટ પરથી કેન્દ્રિય પ્રધાન વિજય ગોયલ અથવા તો રોહિણીમાંથી ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. પૂર્વીય દિલ્હીમાંથી સાંસદ મહેશ ગિરીને દિલ્હીની બહાર કોઇ સીટ પરથી ઉતારવામાં આવી શકે છે. દિલ્હી ચૂંટણીને લઇને તૈયારી કરી લેવાઇ છે.

Related posts

BCCI મિડિયા અધિકાર સ્ટાર સ્પોટ્‌ર્સે ૬૧૩૮.૧ કરોડ રૂપિયામાં મેળવી લીધા

aapnugujarat

બાંગ્લાદેશનાં ઘુસણખોરો મમતાની વોટ બેંક : અમિત શાહ

aapnugujarat

કેન્દ્ર સરકારના સચિવોથી પણ ઓછું છે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિનું વેતન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1