Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૧૯૪ પોઇન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે કારોબારના અંતે તેજી રહી હતી. સેંસેક્સ ૧૯૪ પોઇન્ટ ઉછળીને ૩૬૬૩૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૬૬ પોઇન્ટ ઉછળીને ૧૧૦૫૩ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૦.૭ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે નેશનલ એલ્યુમિનિયમ કંપનીના શેરમાં સૌથી વધુ સુધારો રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. પિરામલ એન્ટરપ્રાઇઝના શેરમાં તેજી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૭૨ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૪૮૬૬ રહી હતી. આવી જ રીતે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૪૦ પોઇન્ટ ઉછળને ૧૪૫૫૭ની સપાટી જોવા મળી હતી. આજે કારોબાર દરમિયાન શરૂઆતથી જ તેજીનો માહોલ રહ્યો હતો. ડીએચએફએલના શેરમાં ૨૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન તેમાં સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. ફાઈનાન્સિયલ સર્વિસના શેરમાં જોરદાર તેજી રહી હતી તેમાં ૧૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. એશિયન શેરબજારમાં પણ મિશ્ર સ્થિતિ રહી હતી. મૂડીરોકાણકારો નવી બાબતોને લઇને આશાવાદી છે. એશિયન બજારમાં ઝડપથી વૈશ્વિક ઘટનાક્રમની અસર જોવા મળી રહી છે. કેનેડિયન ફંડમાં જંગી રોકાણ કરવામાં આવી રહ્યું છે. ઇસીએલ ફાઈનાન્સમાં ૧૮૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના કેનેડિયન ફંડ ધરાવે છે. ગયા સપ્તાહમાં સેંસેક્સ ૧૯૨ પોઇન્ટ ઉછળીને અને નિફ્ટી ૭૨ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. કારોબારીઓના કહેવા મુજબ છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારના ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે તે જોતા ફરીવાર મોદીની જીતવાની શક્યતા વધી ગઈ છે. તે પહેલા અનિશ્ચિતતા દેખાઈ રહી હતી પરંતુ હવે ફરી એકવાર સ્થિર સરકારની શક્યતા દેખાઈ રહી છે. કઠોર પોલિસી નિર્ણય લેવામાં સક્ષમ સરકાર બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણા પણ યોજાનાર છે. આ સપ્તાહમાં જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની સમકક્ષ જિંગપિંગ મળનાર છે. આ બેઠક સફળ સાબિત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠક ૭મી માર્ચના દિવસે યોજાનાર છે જેમાં આ વખતે રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. ઇસીબીની બેઠક પહેલા ડઝન જેટલા યુરો ઝોનમાં સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. ઇસીબીની બેઠકમાં યુરોઝોન અર્થતંત્રને મજબૂત બનાવવા નક્કર પગલા લેવામાં આવી શકે છે. વૈશ્વિક માંગણીને ધ્યાનમાં લઇને ચિંતા વધતા કિંમતોમાં ઘટાડો થયો છે. વિદેશી મૂડીરોકાણકારોએ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં ભારતીય શેરબજારમાં આશરે ૧૭૭૨૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. આ મૂડીરોકાણ નવેમ્બર ૨૦૧૭ બાદ સૌથી વધારે છે.
વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારો દ્વારા નવેમ્બર ૨૦૧૭માં ભારતીય શેરબજારમાં ૧૯૭૨૮ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું. વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં ૧૧૭૮૯૯.૭૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. શેરબજારમાં ગઇકાલે પણ તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૭૯ પોઇન્ટ ઉછળીને ૩૬૪૪૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૧૨૩ પોઇન્ટ ઉછળીને ૧૦૯૮૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો.

Related posts

भारत ने चीन, मलेशिया सहित चार देशों से एल्यूमीनियम फॉयल की डंपिंग जांच शुरू की

editor

એરઇન્ડિયા : વેચાણ પ્રક્રિયા વહેલીતકે પૂર્ણ નહીં થઇ શકે

aapnugujarat

પછાત સમુદાયની ચિંતાને લઇ સરકાર સંવેદનશીલ-ગંભીર : રાજનાથસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1