Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પત્નીઓને તરછોડી દેનારા ૪૫ એનઆરઆઇનાં પાસપોર્ટ રદ કર્યાં : મેનકા ગાંધી

વિદેશમાં લગ્ન કરીને પત્નિઓને તરછોડી દેનારા NRI માટે માઠા સમાચાર આવ્યા છે. દેશનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું કે, ભારતમાં આવીને લગ્ન કરી અને વિદેશ ગયા પછી તે દેશમાં પત્નિને તરછોડી દેનારા ૪૫ એન.આર.આઇનાં પાસપોર્ટ સરકારે રદ કર્યા છે.
મેનકા ગાંધીએ વધુમાં જણાવ્યું કે, ધી ઇન્ટગ્રેટેડ નોડલ એજન્સીને આ મામલે લૂક આઉટ નોટિસ ઇશ્યુ કરવાની જવાબદારી આપવામાં આવી છે અને જે લોકોએ તેમને પત્નિઓ તરછોડી દીધી છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ કાર્યવાહીનાં ભાગરૂપે જ ૪૫ એન.આર.આઇનાં પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે.
મેનકા ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજ્યસભામાં બિલ રજૂ કર્યુ છે અને વિદેશમાં તરછોડાયેલી ભારતીય નારીઓને ન્યાય અપવવા માટે કદમ ઉઠાવવામાં આવ્યુ છે. પણ દુખની વાત એ છે કે, આ બિલને અટકાવી દેવામાં આવ્યુ છે.
આ બિલમાં બિન નિવાસી ભારતીયો માટે ભારતમાં લગ્ન કરે ત્યારે નોંધણી કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ બિલ મહિલા અને બાળ વિકાસ, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને કાયદા વિભાગ દ્વારા લાવવામાં આવ્યુ છે.

Related posts

153 देशों की GDP से ज्यादा बड़ी है मुकेश अंबानी की RIL

aapnugujarat

ચાર હજાર ગાયો વિમાનમાં પ્રવાસ કરશે અને કતાર પહોંચશે

aapnugujarat

સરકાર એરફોર્સની કાર્યવાહીનો રાજકીય લાભ ખાટવા માંગે છે : મેહબૂબા મુફ્તી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1