Aapnu Gujarat
ગુજરાત

જયંતિ ભાનુશાળી હત્યા કેસ : મનીષા, સુરજિત ભાઉ અને છબીલે ખેલ પાર પાડી દીધો

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસ મામલે રિમાન્ડ ઉપર લેવાયેલા પુનાના વિશાલ નાગનાથ યલ્લમ કાંબલેની પૂછપરછ દરમ્યાન સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ને ઘણી મહત્વની અને ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. જેમાં આ સમગ્ર હત્યા કેસમાં મનિષા ગોસ્વામી, સુરજિત પરદેશી ઉર્ફે ભાઉ અને નિખિલ થોરાટ સહિતના શખ્સોની સક્રિય સંડોવણી ખુલી છે. છબીલ પટેલ અને વિશાલ કાંબલે એકબીજાને ઓળખતા નહોતા, પરંતુ મનિષા ગોસ્વામી, સુરજિત પરદેશી ઉર્ફે ભાઉ અને નિખિલ થોરાટે તેની ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ વિશાલે શશીકાંત અને અનવરને બોલાવી સોપારી અપાવી હતી. આરોપી વિશાલની કેફિયતના આધારે મનિષા અને ભાઉ સહિત ત્રણેય શખ્સો આ હત્યા કેસમાં સીધી રીતે સામેલ હોવાની વિગતો સ્પષ્ટ થઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વિશાલ કાંબલેએ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને શાર્પશૂટર શશીકાંત દાદા કાંબલે અને અશરફ અનવર શેખની પ્રથમ મુલાકાત કરાવી હતી. વિશાલ સંબંધમાં શશીકાંતનો દૂરનો બનેવી થાય છે. મુખ્ય સૂત્રધાર છબીલ અને શાર્પશૂટરો વચ્ચે ગત તા.૯ નવેમ્બર,૨૦૧૮ના રોજ મુંબ્રૂવાસી)માં આવેલા ઇનોરબીટ મોલમાં પહેલી મુલાકાત કરાવાઇ હતી. જેમાં રૂ.૩૦ લાખમાં સોપારી આપવાનું નક્કી થયા બાદ એડવાન્સ પેટે રૂ. પાંચ લાખ અપાયા હતા. શાર્પ શૂટર અશરફ શેખે આ એડવાન્સ રકમમાંથી રૂ. બે લાખ લઇને રૂ.૧.૩૦ લાખમાં ત્રણ પિસ્તોલ અને ૧૫ કારતૂસ ખરીદયા હતાં. ત્યારબાદ શશીકાંત, અશરફ અને વિશાલે એક-એક હથિયાર રાખ્યું હતું. પૂછપરછમાં સ્પષ્ટ થયેલી કાવતરાની વિગતો મુજબ આ ભાનુશાળીની હત્યા પહેલાં ભુજમાં એરપોર્ટ રિંગરોડ ઉપર આવેલા તેના નિવાસસ્થાને કરવાના હતા. પરંતુ તે શકય ન લાગતાં આ વિચાર પડતો મુક્યો હતો. ત્યારબાદ ભાનુશાળીને રાંચી કે જમશેદપુરની એક સ્ત્રીના સંપર્કમાં લાવી હનિટ્રેપ રચીને રાંચી બોલાવવા સમયે રાંચી-જમશેદપુર વચ્ચે હત્યા કરવાની યોજના ઘડાઈ હતી. જેથી તા.૧૧થી ૧૫મી ડિસેમ્બર દરમિયાન શશીકાંત, અનવર અને રાજુ કાતરે નામનો અન્ય એક શખ્સ રાંચી પહોંચ્યા હતા. જ્યાં રેલવે સ્ટેશનની નજીક આવેલી હોટલ પેરેડાઇઝમાં રોકાયા હોવાના પુરાવા પણ સીટને મળ્યા છે. ત્યારબાદ હત્યાને અંજામ આપવા તા.૧૫ ડિસેમ્બરે વિશાલ કાંબલે પણ રાંચી પહોંચ્યો હતો. પરંતુ જયંતી ભાનુશાળી દિલ્હીથી અમદાવાદ પરત ચાલ્યા જતાં આ યોજના પણ નિષ્ફળ રહી હતી. આ દરમિયાન વિશાલ કાંબલે મુખ્ય આરોપી સાથે ત્રણ-ચાર વખત ભુજ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સમયે વિશાલ અને શાર્પશૂટર સહિતના આરોપી અમદાવાદની એક હોટલમાં રોકાયા હતા. જો કે,અંતે ભાનુશાળીની સયાજીનગરી ટ્રેનમાં જ હત્યા કરવાની યોજના ઘડી હતી. આ માટે સમય લાગે તેમ હોવાથી વિશાલ કાંબલે તા.૫ જાન્યુઆરીએ તેનો જન્મદિન હોવાથી પુનામાં રોકાયો હતો. જ્યાં તા.૬ જાન્યુઆરીએ સંદીપ દેવકરણની ગોળી મારી હત્યા કરાઇ હતી. આ કેસમાં તેની પાસે ભાનુશાળીની હત્યા માટે ખરીદેલી પિસ્તોલનો ઉપયોગ થયો હોવાનો પણ ખુલાસો થયો છે. આ કેસમાં તેની ધરપકડ થયા બાદ સીટે યરવાડા જેલમાંથી તેનો કબજો લીધો હતો અને તેના રિમાન્ડમાં સનસનીખેજ વિગતો ખુલવા પામી છે.

Related posts

મહેસાણા ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી પુરસોત્તમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત

editor

નર્મદામાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા

aapnugujarat

२०१२ में भाजपा ने ११६ सीटों पर जीत हासिल की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1