Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હી કોર્ટે નેશનલ હેરાલ્ડ હાઉસ ખાલી કરવા આદેશ આપ્યો

દિલ્હીની એક કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસ મામલે કોંગ્રેસને મોટો ઝાટકો આપ્યો. કોર્ટે નેશનલ હેરાલ્ડના પ્રકાશક એસોસિએટેડ જનર્લસ લિમિટેડને નેશનલ હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના આદેશ આપ્યા. આ સાથે કોર્ટે પોતાના જૂના આદેશને યથાવત રાખ્યો. જોકે, કોર્ટે એ વાતનું સ્પષ્ટીકરણ નથી કર્યુ કે, હેરાલ્ડ હાઉસ ક્યારે ખાલી કરવામાં આવે.
કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનને અને વીકે રાવની ખંડપીઠે ૧૮મી ફેબ્રુઆરીના રોજ આ મામલે ચુકાદાને સુરક્ષીત રાખ્યો હતો. કોર્ટમાં કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંઘવીએ દલિલ કરી હતી.
આ દલિલમાં તેમણે જણાવ્યુ હતુ કે, કંપનીના શેર યંગ ઈન્ડિયાને હસ્તાંતરિત કરવામાં આવશે તો પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અન સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ હાઉસના માલિક નહી બને. તેમણે વધુમાં કહ્યુ કે, આજ સુધી કેન્દ્ર સરકારે આ મુદો નથી ઉઠાવ્યો અને હવે રાજકીય કિન્નાખોરીના ભાગ રૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related posts

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે : રાજ ઠાકરે

aapnugujarat

Ladakh पर चीन कर रहा कब्जा, फिर भी चुप बैठें हैं पीएम मोदी: राहुल

editor

સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાગુ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1