Aapnu Gujarat
ગુજરાત

ઘરમાં ખાનગીમાં દારૂનું સેવન કરવું તે ગુનો ગણી શકાય નહીં

જો કોઇ વ્યકિત પોતાની ચોઇસથી ઘરની ચાર દિવાલો વચ્ચે બેસીને દારૂ પીવે અને તેનાથી જાહેરજનતા કે સમાજને કોઇ નુકસાન અને દખલઅંદાજી થતી ના હોય તો પોલીસ કે તંત્ર દ્વારા તેની સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી શકાય નહી એ મતલબનો કાયદાકીય મુદ્દો ઉઠાવતી મહત્વની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ કરાઇ છે. અરજદારપક્ષ તરફથી ભારપૂર્વક જણાવાયું હતું કે, ઘરમાં ખાનગીમાં દારૂનું સેવન કરવું તે કોઇ ગુના ના ગણી શકાય. આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર અને એડવોકેટ જનરલને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ થયેલી આ રિટ અરજીની સુનાવણી દરમ્યાન એ મતલબના સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા કે, જો કોઇ વ્યકિત પોતાના ઘરની ચાર દિવાલમાં બેસીને કોઈ દારૂ પીવે તો પોલીસ કે ઓથોરીટીને શું વાંધો હોઇ શકે? દારૂનું ખાનગીમાં વ્યકિતગત અને પસંદગીથી સેવન કે જેનાથી કોઇને નુકસાન કે હાનિ થતી ના હોય તો તેવા કિસ્સામાં પોલીસ કે તં૬ કોઇ ફોજદારી કાર્યવાહી કરી શકે નહી કે વ્યકિતને કનડગત કે રંજાડગતિ કરી શકે નહી. અરજદારપક્ષ તરફથી મહત્વની દલીલ કરતાં જણાવ્યું હતું કે, જો કોઇ વ્યકિત પોતાના ઘરમાં ખાનગીમાં દારૂ પીતો હોય અને તેનાથી જાહેરજનતા કે સમાજને કોઇ હાનિ કે નુકસાન પહોંચતું ના હોય તો પછી પોલીસ કે ઓથોરીટી તેની સામે પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરી શકે નહી કે તેની વિરૂધ્ધ કોઇ ફોજદારી કાર્યવાહી હાથ ધરી શકે નહી. પોતાના ઘરમાં ખાનગીમાં દારૂનું સેવન કરવુ એ વ્યકિતનો સ્વતંત્ર અને અંગત અધિકાર છે, આ પર્સનલ પ્રાઇવસીની વાત છે. ખુદ સુપ્રીમકોર્ટે રાઇટ ટુ પ્રાઇવસી અંગેના ચુકાદામાં વ્યકિતના પ્રાઇવસીના અધિકાર વિશે વિસ્તૃત છણાવટ કરેલી છે, જે પ્રસ્તુત બાબતમાં પણ લાગુ પાડી શકાય અને તેથી પોલીસ કે ઓથોરીટીને આ પ્રકારના કિસ્સામાં કોઇ ફોજદારી કે પ્રોહીબીશન એકટ હેઠળની કાર્યવાહી કરવાનો અધિકાર નથી. જો પોલીસ કે ઓથોરીટી તેમ છતાં મનસ્વી રીતે આવી કાર્યવાહી કરે તો તે રાઇટ ટુ પ્રાઇવસી અને સુપ્રીમકોર્ટના ચુકાદાના નિર્દેશોનો ભંગ ગણાય. આ સંજોગોમાં હાઇકોર્ટે અરજદારપક્ષની ઉપરોકત દાદને ગ્રાહ્ય રાખવી જોઇએ. અરજીમાં દારૂબંધીના કાયદાને રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ પડકારવામાં આવ્યો છે. હાઇકોર્ટે સરકાર અને એડવોકેટ જનરલને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે.

Related posts

અનલૉક-૪ : રાજ્ય સરકારે બહાર પાડી ગાઇડલાઇન્સ

editor

भीड़ ने नवरंगपुरा पुलिस स्टेशन में तोड़फोड़ की : चार गिरफ्तार

aapnugujarat

गुजरात चुनाव : ४० वोटरों के लिए समुद्र के बीच बनेगा पोलिंग बूथ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1