Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

અનિલ અંબાણીને ફટકો : તિરસ્કારના કેસમાં દોષિત : ૪ સપ્તાહમાં ૪૫૩ કરોડ રૂપિયા એરિક્શનને ચુકવવા હુકમ

રિલાયન્સ ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટે આજે મોટો ફટકો આપ્યો હતો. અનિલ અંબાણીને પોતાની કંપની ગ્રુપના બે ડિરેક્ટરો સાથે હવે જેલમાં જવું પડી શકે છે. સુપ્રીમ કોર્ટે એરિક્શન ઇન્ડિયાની અરજી ઉપર અનિલ અંબાણીને તિરસ્કારના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તિરસ્કારના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ તેમને જંગી દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અંબાણી ઉપરાંત રિલાયન્સ ટેલિકોમના અધ્યક્ષ સતીષ શેઠ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલના અધ્યક્ષ છાયા વિરાણીને કોર્ટમાં આપવામાં આવેલા નિવેદનો, ખાતરી અને તેની સાથે જોડાયેલા આદેશોના ભંગના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે આક્રમક વલણ અપનાવીને ચાર સપ્તાહની અંદર ૪૫૩ કરોડ રૂપિયા એરિક્શનને ચુકવી દેવાનો આદેશ કર્યો છે. નિશ્ચિત સમયની અંદર નાણા નહીં ચુકવવાની સ્થિતિમાં તેમને જેલ જવાની જરૂર પડશે. સમગ્ર મામલો ૫૫૦ કરોડ રૂપિયાની બાકી રકમ સાથે સંબંધિત છે. અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણી અને અન્યોની સામે ચુકવણી નહીં કરવા ઉપર ટેલિકોમ સાધન બનાવનાર કંપની એરિક્શને સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરી હતી. જસ્ટિસ આરએફ નરિમન અને જસ્ટિસ વિનીત શરણની બેંચે આ ચુકાદો આપતા કહ્યું હતું કે, અંબાણી અને અન્યોને તિરસ્કારથી બચાવવા માટે એરિક્શનને ચાર સપ્તાહની અંદર ૪૫૩ કરોડ રૂપિયા ચુકવવા પડશે. સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ટેલિકોમ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલ બંનેને ચાર સપ્તાહમાં સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં એક એક કરોડ રૂપિયા જમા કરવા માટે પણ કહ્યું છે. આવું ન કરવાની સ્થિતિમાં વધુ એક-એક મહિનાની જેલની સજા થશે. આમા નિર્દેશ આપવામાં આવ્યા છે કે, રિલાયન્સ ગ્રુપ તરફથી કોર્ટની રજિસ્ટ્રીમાં પહેલાથી જ જમા કરવામાં આવેલા ૧૧૮ કરોડ રૂપિયા એરિક્શનને આપવામાં આવે. આમા એમ પણ કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સ ગ્રુપના ટોપના નેતૃત્વ તરફથી આપવામાં આવેલી ખાતરીથી એવું લાગે છે કે, આદેશ આપવામાં આવ્યો હોવા છતાં એરિક્શનને જાણી જોઇને ચુકવણી કરવામાં આવી નથી. તે પહેલા અરજી પર સુનાવણી કરતી વેળા ચુકાદો અનામત રાખી લેવામાં આવ્યો હતો. ૧૩મી ફેબ્રુઆરીના દિવસે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. એરિક્શન ઇન્ડિયાએ આક્ષેપ કર્યો હતો કે રિલાયન્સ ગ્રુપની પાસે રાફેલ વિમાનમાં રોકાણ માટે પૈસા છે તો ૫૫૦ કરોડ રૂપિયા કેમ ચુકવતા નથી. એરિક્શન ઇન્ડિયા તરફથી તર્કદાર દલીલો કરવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાફેલ વિમાન સોદાબાજીમાં રિલાયન્સ ગ્રુપ જંગી રોકાણ કરે છે પરંતુ તેની પાસે ૫૫૦ કરોડ રૂપિયા ચુકવવા પૈસા નથી. અનિલ અંબાણી દ્વારા સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, મોટાભાઈ રિલાયન્સ જીઓની સાથે સંપત્તિના વેચાણની સોદાબાજી નિષ્ફળ થયા બાદ આ તેમની કંપની દેવાળા માટે કાર્યવાહી કરી રહી છે. આવી સ્થિતિમાં તેમનું રકમ ઉપર અંકુશ નથી. રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, એરિક્શનના બાકી નાણાંની ચુકવણીની ખાતરી કરવા માટે સમય આપવામાં આવે. જીઓની સાથે તેમની સમજૂતિ થઇ શકી ન હતી. આ અરજી અંબાણી રિલાયન્સ ટેલિકોમના અધ્યક્ષ સતીષ શેઠ, રિલાયન્સ ઇન્ફ્રા ટેલના અધ્યક્ષ છાયા વિરાણી અને એસબીઆઈના અધ્યક્ષની સામે દાખલ કરવામાં આવી હતી. રિલાયન્સ કોમ્યુનિકેશને કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે, એરિક્શનને તેની બાકી રકમ ચુકવી દેવામાં આવે તેવા બનતા પ્રયાસ કર્યા હતા પરંતુ જીઓ સાથે સંપત્તિ સમજૂતિ ન થતાં આ શક્ય બની શક્યું ન હતું. ૨૩મી ઓક્ટોબરના દિવસે કોર્ટે આરકોમને તેની બાકી રકમ ૧૫મી ડિસેમ્બર ૨૦૧૮ સુધી ચુકવી દેવા માટે કહ્યું હતું અને કહ્યું હતું કે, જો આમા વિલંબ થશે તો ૧૨ ટકા વ્યાજ લાગૂ થશે. એરિક્શન દ્વારા કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, કોર્ટ અંબાણી અને તેમના લોકોને ૫૫૦ કરોડ રૂપિયા વ્યાજ સાથે ચુકવી દેવા માટે આદેશ કરે.
૨૩મી ઓક્ટોબરના આદેશ મુજબ સંપત્તિ વેચાણની પ્રક્રિયાને આગળ વધારી શકાય છે.

Related posts

ગઠબંધનમાં વડાપ્રધાન બનવા માટે લાઈનો લાગેલી છે : અમિત શાહ

aapnugujarat

૮૦ ટકા પેટ્રોલિયમ પેદાશ ઉપર ભારત આધારિત છે

aapnugujarat

jio-फेसबुक डील के बाद अमेजन और गूगल पर बढ़ा ‘फोमो’ का दबाव

editor

Leave a Comment

UA-96247877-1