Aapnu Gujarat
રમતગમત

જોકોવિચને ચોથીવાર લોરેસ વર્લ્ડ સ્પોટ્‌ર્સમેન એવોર્ડ મળ્યો

(વિશ્વનો નંબર એક ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ચોથી વખત લોરેસ વર્લ્ડ સ્પોટ્‌ર્સમેન એવોર્ડ જીતી લીધો છે. આ પહેલા તેણે ૨૦૧૨, ૨૦૧૫ અને ૨૦૧૬માં આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો. મહિલાઓમાં અમેરિકાની સ્ટાર જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સને આ એવોર્ડ મળ્યો છે. વાઇલ્સે ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેને ૨૦૧૭માં પણ આ એવોર્ડ મળ્યો હતો.
જોકોવિચે ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે અને ક્રોએશિયાના લુકા મૌડ્રિચ, ફોર્મિલા વન ચેમ્પિયન લુઈસ ડૈમિલ્ટન, એનબીએ ખેલાડી લેબ્રોન જેમ્સ અને કેન્યાના ઇલિયુદ કિપચોગેને પાછળ છોડ્યા છે. જોકોવિચે જાન્યુઆરીમાં સ્પેનના રાફેલ નડાલને ફાઇનલમાં ૬-૩, ૬-૨, ૬-૩ હરાવીને રેકોર્ડ સાતમીવખત ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્હુયં હતું.
આ એવોર્ડ જીત્યા બાદ જોકોવિચે કહ્યું, આ એક એવો એવોર્ડ છે, જેને પ્રત્યેક એથલીટ જીતવા ઈચ્છે છે. તેને જીતવો મારા માટે સન્માનની વાત છે.

Related posts

ઇંગ્લેન્ડમાં ૨૧ જુલાઈથી ‘ધ હન્ડ્રેડ’ ક્રિકેટ લીગ શરૂ થશે

editor

ફાઇનલ બાદ લેસ્ટરમાં ભારત-પાક. સમર્થકો સામસામે, બોટલો ફેંકાઈ

aapnugujarat

ભારત-શ્રીલંકાની વચ્ચે આજે એકમાત્ર ટ્‌વેન્ટી જંગ ખેલાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1