Aapnu Gujarat
રમતગમત

ઇંગ્લેન્ડમાં ૨૧ જુલાઈથી ‘ધ હન્ડ્રેડ’ ક્રિકેટ લીગ શરૂ થશે

ઇંગ્લેન્ડમાં ૨૧ જુલાઈથી ફ્રેન્ચાઈઝીબેઝ્‌ડ ક્રિકેટ લીગ ‘ધ હન્ડ્રેડ’ શરૂ થશે. આ લીગ મહિલા અને પુરુષો વચ્ચે રમાશે. શુક્રવારે ખેલાડીઓની સિલેક્શન પ્રોસેસ- વાઇલ્ડ કાર્ડ ડ્રાફ્ટનું આયોજન થશે. વાઇલ્ડ કાર્ડ ડ્રાફ્ટ દ્વારા ઇંગ્લેન્ડના ઘરેલુ ખેલાડીઓની પસંદગી કરાશે.
અન્ય ખેલાડીઓની પસંદગી પહેલાં થઈ ચૂકી છે. શુક્રવારે જે વાઈલ્ડ કાર્ડ ડ્રાફ્ટ આયોજિત થશે એ માત્ર પુરુષ લીગ માટે હશે. જાેકે આ લીગમાં ભારતીય પુરુષ ખેલાડીઓને રમવાની અનુમતિ અપાઈ નથી.
‘ધ હન્ડ્રેડ’માં પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ૮-૮ ટીમ ભાગ લેશે. દરેક ટીમમાં ૧૫ ખેલાડી સામેલ થશે. એક ટીમમાં ૩ વિદેશી ખેલાડી રમી શકે છે. દરેક ટીમમાં ઈસીબી પાસેથી કોન્ટ્રેક્ટ મેળવેલા ઓછામાં ઓછા એક ટેસ્ટ ખેલાડીને સામેલ કરવો જરૂરી છે.
એક મેચ ૨ કલાક ૩૦ મિનિટ સુધી ચાલશે. મેચ દરમિયાન બંને ઈનિંગમાં બોલિંગ ટીમને ૨ઃ૩૦ મિનિટનો સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ મળશે. આ દરમિયાન ટીમો રણનીતિ બનાવી શકશે. ટાઇમ આઉટ દરમિયાન કોચ મેદાન પર જઇને ટીમ સાથે રણનીતિ અંગે ચર્ચા કરી શકશે.
‘ધ હન્ડ્રેડ’ માટે પુરુષ ખેલાડીઓની પસંદગી ૩ સ્ટેજના ડ્રાફ્ટ સિસ્ટમથી થાય છે. પહેલા સ્ટેજમાં ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ રમતા ખેલાડીઓના ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. ડ્રોના આધારે ટીમોના ખેલાડીઓની પસંદગી ક્રમાંક નક્કી થયો.
ટીમોના ખેલાડીઓની પસંદગી કરવાનો હુકમ ડ્રોના આધારે કરવામાં આવ્યો હતો. ઈઝ્રમ્ દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ મેળવેલા ખેલાડીઓની સેલરી પણ તેમના કોન્ટ્રેક્ટમાં જ સામેલ છે. ફ્રેન્ચાઇઝી તેમને કોઈ અલગ રકમ નહીં આપે. રેડ બોલ ક્રિકેટરોને મેચ ફી અપાશે. જેટલા દિવસ સુધી ધ હન્ડ્રેડ રમાશે ત્યાં સુધી ઈંગ્લેન્ડની ટીમ એકપણ વન ડે અથવા ્‌-૨૦ મેચ નહીં રમે, તેથી જે ખેલાડીઓ વ્હાઈટ બોલની મેચ માટે કરાર કરે છે તેમને મેચ ફી અલગથી નહીં મળે.
ડ્રાફ્ટના બીજા સ્ટેજમાં વિદેશી ખેલાડીઓને વિવિધ પ્રાઇઝ બેન્ડ પર ડ્રાફ્ટ કરાયા. ખેલાડીઓ પાસે પોતાના પ્રાઇઝ બેન્ડ પસંદ કરવાની સ્વતંત્રતા હતી. આ પ્રાઇઝ બેન્ડ ૧ લાખ પાઉન્ડ (૧.૦૨ કરોડ રૂપિયા), ૮૦ હજાર પાઉન્ડ (૮૨.૨૭ લાખ રૂપિયા), ૬૦ હજાર પાઉન્ડ (૬૧.૭૦ લાખ રૂપિયા), ૪૮ હજાર પાઉન્ડ (૪૯.૩૭ લાખ રૂપિયા), ૪૦ હજાર પાઉન્ડ (૪૧.૧૪ લાખ રૂપિયા), ૩૨ હજાર પાઉન્ડ (૩૨.૯૧ લાખ રૂપિયા) અને ૨૪ હજાર પાઉન્ડ (૨૪.૬૮ લાખ રૂપિયા) હતા. ડ્રાફ્ટમાં ખેલાડીઓની હરાજી નહોતી કરાઈ. ઉદાહરણ રૂપે જાે કોઇ ખેલાડીએ ૧ લાખ પાઉન્ડ માટે પોતાનું નામ રજિસ્ટ્રર્ડ કરાયું હોય અને કોઇપણ ટીમે એની પસંદગી ના કરી હોય તો ખેલાડીને ૧ લાખ પાઉન્ડ મળશે.

Related posts

બ્રાયન લારાથી પણ કેપ્ટન વિરાટ કોહલી હવે આગળ

aapnugujarat

શ્રીલંકન પસંદગીકારોને વધુ છ મહિનાની મળેલી મહેતલ

aapnugujarat

सिडनी टेस्ट के लिए तैयार नटराजन, बोले- मेरे लिए यह गर्व का पल

editor

Leave a Comment

UA-96247877-1