Aapnu Gujarat
રમતગમત

ફાઇનલ બાદ લેસ્ટરમાં ભારત-પાક. સમર્થકો સામસામે, બોટલો ફેંકાઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ભારતનો કારમો પરાજય થયો હતો. મેચ બાદ યુકેના લેસ્ટર સિટીના માર્ગો પર ભારત અને પાકિસ્તાનના સમર્થકો રાષ્ટ્રધ્વજ સાથે ઉતર્યા હતા અને સામસામે આવી ગયા હતા. બાદમાં બંને તરફથી એકબીજા પર પાણીની બોટલ્સ ફેંકાઇ હતી જેના લીધે ત્યાં સરહદ જેવા દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટના એક યુવાને એ ઘટનાના વીડિયો મોક્લ્યા છે. સમર્થકોના ઘર્ષણને કારણે માર્ગ વ્યવહાર ઠપ થઈ ગયો હતો. એકબીજાના પર પાણીની બોટલોના પ્રહારો થઈ રહ્યા હતા. જેમાં શહેરમાં વણસેલી સ્થિતિને વીડિયોમાં કેદ થઈ હતી.
લેસ્ટર સિટીમાં રોડની એકબાજુ ભારતના સમર્થકો અને બીજી બાજુ પાકિસ્તાનના સમર્થકો ઉમટ્યા હતા. પાકિસ્તાનના સમર્થકો જીતના નશામાં ચૂર હતા. પાકિસ્તાનના સમર્થનમાં નારેબાજી બાદ ભારતીય સમર્થકો પણ નારેબાજી કરવામાં લાગ્યા હતા. જેને પગલે સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી.
સામસામે સમર્થકો પાણીની બોટલો મારી રહ્યા હતા.ભારતની કારમી હાર અને પાકિસ્તાનની ભવ્ય જીતના પગલે સમર્થકો સામસામે ઉતરી આવ્યા હતા. જેમાં સ્થિતિ એ હદે વણસી હતી કે બોટલોને સામસામે ફેંકવામાં આવી રહી હતી. ત્યારબાદ સમર્થકો એકબીજાને મારવા પર ઉતરી આવ્યા હતા અને કેટલાક જણ વચ્ચે હાથાપાઈ થઈ હતી. ઘટનાને પગલે લેસ્ટર સિટી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.મેચ બાદ લેસ્ટર સિટીમાં વણસેલી સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉન્માદ મચાવી રહેલા સમર્થકોને પોલીસ બળપ્રયોગ કરીને અટકાયત કરી હતી. લેસ્ટર સિટી પોલીસના કાફલાએ સંખ્યાબંધ સમર્થકોની અટકાયત બાદ સ્થિતિ કાબૂમાં આવી હતી.

Related posts

એશિયા કપ હોકી ટ્રોફી પર ભારતનો ફરીવખત કબજો

aapnugujarat

इंडियन ग्रां प्री में धाविका दुतीं चंद ने जीता गोल्ड मेडल

aapnugujarat

विश्व कप के अभियान को पटरी पर लाने में मदद करेगा ब्रेक : विलियमसन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1