Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જેટલી આજે આરબીઆઈ બોર્ડની બેઠકમાં ભાગ લેશે

નાણામંત્રી અરુણ જેટલી આવતીકાલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બજેટ બેઠકને સંબોધનાર છે. આરબીઆઈ બોર્ડની બેઠકને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ જોવા મળી રહી છે. વચગાળાના બજેટમાં વિવિધ મુદ્દાઓને આમા આવરી લેવામાં આવનાર છે. ફિસ્કલ રોડ મેપ સહિત વચગાળાના બજેટના મુદ્દાઓ ઉપર આમા ચર્ચા થશે. સુત્રોના કહેવા મુજબ આ બેઠકમાં વર્તમાન નાણાંકીય વર્ષ દરમિયાન સરકારને ચુકવવામાં આવનાર વચગાળાના ડિવિડંડ ઉપર ચર્ચા કરવામાં આવશે. સરકાર આરબીઆઈ પાસેથી ૨૮૦૦૦ કરોડ રૂપિયા વચગાળાના ડિવિડંડ તરીકે અપેક્ષા રાખે છે. રિઝર્વ બેંકની ફાઈનાન્સિયલ પોઝિશન ઉપર આધારિત ૨૦૧૮-૧૯ માટે વચગાળાના ડિવિડંડ તરીકે આરબીઆઈ પાસેથી ૨૮૦૦૦ કરોડ રૂપિયા મળી શકે છે. ગયા નાણાંકીય વર્ષમાં આરબીઆઈએ કેન્દ્ર સરકારને ૧૦૦૦૦ કરોડ રૂપિયા વચગાળાના ડિવિડંડ તરીકે ચુકવ્યા હતા. બજેટ પછીની આ બેઠક ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે જેમાં ટેક્સ રિબેટ ઉપર ચર્ચા થશે. ૧૨ કરોડ ખેડૂતો માટે ઇન્કમ સપોર્ટ સ્કીમ અને પાંચ લાખ સુધી આવક ઉપર ટેક્સ રાહતનો પણ સમાવેશ થાય છે. બજેટમાં સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની જાહેરાત કરી હતી જે હેઠળ દર વર્ષે ૬૦૦૦ રૂપિયા જમા કરવામાં આવનાર છે. બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને આ સુવિધાના લાભ મળશે. સરકારે ટીડીએસ થ્રેસોલ્ડની મર્યાદામાં પણ વધારો કર્યો છે. વચગાળાના બજેટમાં સરકારે ૨૦૧૯-૨૦ માટે જીડીપીના ૩.૪ ટકાનો ફિસ્કલ ડેફિસિટનો અંદાજ રાખવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે ફિસ્કલ ડેફિસિટને ઘટાડવા માટે એક રુપરેખા પણ તૈયાર કરી છે જેના ભાગરુપે કુલ ખર્ચ અને રેવન્યુ વચ્ચેના અંતરને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવનાર છે.

Related posts

એરસેલ કેસ : ચિદમ્બરમના સગા સંબંધીઓ સામે તપાસ

aapnugujarat

બજાર ધરાશાયી : સેંસેક્સ ૪૦૭ પોઇન્ટ ઘટીને બંધ : અમેરિકી ડાઉજોન્સમાં પણ ચાર ટકા સુધીનો ઘટાડો

aapnugujarat

NDA can’t take credit for verdict on Ayodhya case : Uddhav

aapnugujarat

Leave a Comment

UA-96247877-1