Aapnu Gujarat
બ્લોગ

વર્ષો બાદ ગુજરાતમાં વાઘની હાજરી

સમગ્ર દેશમાં છેલ્લા દસ વર્ષમાં શિકારીઓએ ૩૮૪ વાઘનો એટલે કે દર મહિને ત્રણ વાઘનો શિકાર કર્યો હોવાનો ખુલાસો થયો હતો. વર્ષ ૨૦૦૮થી ૨૦૧૮ના નવેમ્બર સુધીમાં વાઘના શિકારના ગુનામાં ૯૬૧ શિકારોની ધરપકડ કરવામાં આવી હતી. નોઇડીસ્થિત એક વકીલ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં વાઇલ્ડલાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો દ્વારા આપવામાં આવી હતી.પોતે એકટિવિસ્ટ એવા આ વકીલે છેલ્લા દસ વર્ષમાં કેટલા વાઘનો શિકાર કરવામાં આવ્યો હતો, કેટલાની ધરપકડ કરાઇ હતી અને કેટલાને સજા મળી હતી એવા સવાલો બ્યુરોને પૂછ્યા હતા.બ્યુરોએ રાજ્યના વન વિભાગ અને પોલીસ સત્તાવાળાઓ પાસેથી મેળવેલી માહિતીના આધારે ઉપરોક્ત માહિતી આપતા કહ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ૩૮૪ વાઘનો શિકાર કરવામાં આવ્યો હતો અને ૯૬૧ શિકારીઓને પકડવામાં આવ્યા હતા.જો કે બ્યુરોએ કહ્યું હતું કે આરોપીઓની સજાની તેમની પાસે માહિતી ઉપલબ્ધ નથી.’મળેલા આંકડાઓ પર થી સાબીત થાય છે કે તમામ સરકારોએ વાઘના શિકારને રોકી સકી નહતી. એટલા માટે જ આ વન્ય જીવને બચાવવા અને તેના શિકારને રોકવા માટે ખાસ પહેલી કરવાની જરૂર છે હાલના કાયદાઓને વધુ ધારદાર બનાવવા અથવા તેમાં ફેરફાર કરવા પણ જરૂરી બન્યું છે’એમ તેમણે કહ્યું હતું.દેશના રાષ્ટ્રીય પ્રાણીઓને બચાવવા માટે સરકારે ૧૯૭૩માં ’પ્રોજેક્ટ ટાઇગર’ની શરૂઆત કરી હતી. ૨૦૧૪ની આકરણી અનુસાર, ૨૨૨૬ વાઘ સાથે ભારત વિશ્વમાં સૌથી વધારે વાઘની વસ્તી ઘરાવતો દેશ છે.ગુજરાતના જંગલોમાં વાઘ હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે. ૨૬ વર્ષ બાદ ગુજરાતમાં વાઘ જોવા મળ્યો છે.મહિસાગર અને પંચમહાલ જિલ્લાની સરહદે સ્થાનિક શિક્ષક મહેશભાઈ મહેરાએ પહેલીવાર વાઘને જોયો હતો અને તેની તસવીર ખેંચી હતી.જે વાઇરલ થયા બાદ તેની ખરાઈ કરવા વન વિભાગે જંગલમાં નાઇટ વિઝન કૅમેરા ગોઠવ્યા હતા.ઉપરાંત, વન વિભાગના માણસો સાથે કુલ ૨૦૦ લોકો વાઘની ભાળ મેળવવામાં કામે લાગ્યા હતા.જે બાદ મંગળવારે વન વિભાગે કૅમેરામાં તસવીરો કેદ થયા બાદ વાઘ હોવાની પુષ્ટિ કરી હતી.લુણાવાડામાં રહેતા મહેશભાઈ નજીકમાં આવેલા ગુગલીયા ગામની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે.મહેશભાઈએ જે વિસ્તારમાં વાઘ જોયો એ ગઢ ગામનો જંગલ વિસ્તાર છે.મહેશભાઈએ ખેંચેલી તસવીર થતા વનવિભાગે તપાસ હાથ ધરી હતી.મહિસાગર જિલ્લાના વન અધિકારી આર. એમ. પરમાર આગળ જણાવે છે કે તસવીરને આધારે પ્રાથમિક તપાસ બાદ સમગ્ર જંગલખાતુ એના પર કામે લાગ્યું હતું.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન સાથે વન વિભાગની ૩૦ ટીમો કામે લાગી હતી. અમને જે વિસ્તારમાં હોવાની શંકા હતી ત્યાં નાઇટ વિઝન કૅમેરા લગાવામાં આવ્યા હતા.સંતરામપુરના સંત જંગલમાંથી લગાવેલા નાઇટ વિઝન કૅમેરામાં વાઘની હાજરીની સાબિતી મળી આવી છે.વાઘની હયાતીને ખાતરી માટે કર્મચારી, રોજમદાર, સ્થાનિક લોકો સહિત ૨૦૦ લોકોએ મહેનત કરી હતી.’એશિયાઈ સિંહો’નું એક માત્ર ઘર ગણાતા ગુજરાતમાં એક સમયે વાઘની પણ વસતિ હતી.
મોટાભાગ વાઘ ડાંગનાં જંગલોમાં જોવા મળતા હતા, જોકે રાજ્યમાં વાઘોની સંખ્યા સતત ઘટતી ગઈ.આ અંગે સૌથી પહેલાં ચિંતા ત્યારે જન્મી જ્યારે વર્ષ ૧૯૭૯માં વાઘની આંગણીના વેઢે ગણી શકાય એટલી જ સંખ્યા ગુજરાતમાં રહી હોવાની વાત સામે આવી હતી.એના દસ વર્ષ બાદ કરાયેલી વસતિ ગણતરી અનુસાર, ગુજરાતમાં માત્ર ૧૩ જ વાઘ બચ્યા હોવાનું જાણવા મળ્યું.૧૯૯૨ની વસતિ ગણતરી અનુસાર, રાજ્યમાં વાઘ એક પણ વાઘ નહોતો બચ્યો.’સૅન્ચુરી’ વેબસાઇટના દાવા અનુસાર વર્ષ ૧૯૯૭માં ગુજરાતમાં વાઘ દેખાયો હતો, જોકે ફરી પાછો કોઈ વાઘ રાજ્યમાં દેખાયો નથી.અલબત્ત, ગુજરાતમાં વાઘ દેખાવાની વાતો સમયાંતરે સંભળાતી જ રહે છે.૧૯૮૫માં થયેલા માર્ગ અકસ્માતમાં છેલ્લો વાઘ માર્યો ગયો હતો. એ બાદ રાજ્યમાં કોઈ વાઘ દેખાયો નથી.ડાંગમાં વારંવાર વાઘ દેખાવા સંદર્ભના દાવા અંગે વાત કરતા સિન્હાએ જણાવ્યું હતુંઃઅમે નૅશનલ ટાઇગર કન્ઝર્વેટિવ ઑથોરિટીને વાઘની વસતિ ગણતરીમાં ડાંગનો સમાવેશ કરવા ભલામણ કરી હતી.આ મામલે વન વિભાગે એક ટીમ પણ ૨૦૧૭માં મોકલી હતી, જોકે, કશું જ નક્કર બહાર આવ્યું નહોતું.સિન્હાએ ઉમેર્યું હતું, સ્થાનિક લોકો સામાન્ય રીતે હાઇના (ઝરખ)ને વાઘ સમજી લેતા હોય છે.ભારતમાં ઘટી રહેલી વાઘની સંખ્યાને પગલે સરકારને વાઘને બચાવવા માટે ’પ્રોજેક્ટ ટાઇગર’ અભિયાન હાથ ધરવું પડ્યું હતું.વાઘના અસ્તિત્વ પર તળાઈ રહેલા જોખમને પગલે વર્ષ ૧૯૭૩માં આ અભિયાનની શરૂઆત કરાઈ હતી.૧૯૭૩માં વાઘ માટે દેશમાં ૯ અભ્યારણ્ય હતાં, જે વધીને ૨૦૧૬માં ૫૦ થયા હોવાનો દાવો ’નેશનલ ટાઇગર કન્ઝર્વૅશન ઑથોરિટી/ પ્રોજેક્ટ ટાઇગર’ની વેબસાઇટ પર કરાયો છે.આ અભિયાન અંતર્ગત કુલ ૭૧,૦૨૭.૧૦ કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાયો છે.૧૮ રાજ્યોમાં ચાલી રહેલા ૫૦ ’પ્રોજેક્ટ ટાઇગર’ના વિસ્તારને વધારી, તેમાં નવા વિસ્તારો સામેલ કરવા ’રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ’એ ૨૮ માર્ચ ૨૦૧૭માં ભારત સરકારને સૂચન કર્યું હતું.કેટલાય વર્ષોથી ઘટી રહેલી વાઘની સંખ્યા, સંરક્ષણના પ્રયાસો બાદ ૨૦૦૬થી સતત વધી રહી છે. હાલમાં ભારતના વિશ્વના ૬૦ ટકા વાઘ રહે છે.વર્ષ ૨૦૧૪માં કરાયેલી વાઘોની રાષ્ટ્રીય વસતિ ગણતરી અનુસાર, વાઘની કુલ સંખ્યા ૨,૨૨૬ થઈ ગઈ છે.એનો એવો અર્થ થાય કે છેલ્લાં ચાર વર્ષોમાં વાઘની વસતિમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો છે.ભારત સરકારના ડેટા અનુસાર વર્ષ ૨૦૧૪માં કરાયેલી વાઘોની વસતિ સૌથી વધુ કર્ણાટક રાજ્યમાં જોવા મળી હતી. કર્ણાટકમાં ૪૦૬ વાઘ હતા.જે બાદ ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં અનુક્રમે ૩૪૦ અને ૩૦૮ વાઘ હોવાનું નોંધાયું હતું.જોકે, વાઘ નક્કી કરાયેલાં અભ્યારણ્યની બહાર જતા રહેતા હોવાને કાણે માનવ અને વાઘ વચ્ચેની હિંસક ઘટનાઓના સમાચાર પણ છાશવારે આવતા રહે છે.
’વર્લ્ડ વાઇલ્ડ ફંડ’ના જણાવ્યા અનુસાર, પર્યાવરણમાં સંતુલન જળવાઈ રહે એ માટે વાઘનું અસ્તિત્વ મહ્‌તત્વપૂર્ણ છે.વનસ્પતિ પર નભતાં પ્રાણીઓને વાઘ પોતાનો આહાર બનાવે છે અને એ રીતે જંગલમાં શાકાહારી પ્રાણીઓની સંખ્યા જળવાઈ રહી છે.વેબસાઇટ પર એવો પણ દાવો કરાયો છે કે વાઘની સંખ્યા ઘટવા કે નાબૂદ થવાનો અર્થ એવો કરી શકાય કે પર્યાવરણના સરંક્ષણના પૂરતા પગલાં નથી લેવાયા.તમને જાણીને નવાઈ લાગશે કે ધરતી પર બસ માત્ર એટલા વાઘ બચ્યા છે કે, જો માણસની વસ્તી સાથે વહેંચવામાં આવે તો, ૨૦ લાખ લોકો વચ્ચે એક જ વાઘ આવે. આ કારણથી વાઘને બચાવવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે.
ખુશીની વાત એ છે કે, વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર વર્ષે ૨૯ જુલાઈના રોજ ’વર્લ્ડ ટાઇગર ડે’ મનાવવામાં આવે છે. આની શરૂઆત ૨૦૧૦થી કરવામાં આવી છે.વાઘ બિલ્લી પ્રજાતીનું સૌથી મોટુ જાનવર છે. આ સાથે ધ્રુવિય રિંછ અને ભૂરા રિંછ બાદ ધરતી પરનું સૌથી મોટુ માંસાહારી જાનવર છે.એક વાઘની ઉંમર જંગલમાં લગભગ ૧૦ વર્ષ અને પ્રાણી સંગ્રહાલયમાં તેનાથી બે-ઘણી વધારે હોય છે.માદા વાઘનું ગર્ભધારણ ૩.૫ મહિના હોય છે, તે એક વખતમાં ૩થી ૪ બચ્ચાને જન્મ આપે છે.વાઘના મગજનું વજન ૩૦૦ ગ્રામ હોય છે આ તમામ માંસાહારી જાનવરોમાં બીજુ સૌથી મોટુ દિમાગ છે.એક ટાઈગરની ટ્રોંગ એટલી મજબૂત હોય છે કે, તે મર્યા બાદ પણ થોડો સમય ઉભો રહી શકે છે.વાઘ નવ પ્રકારના હોય છે, પરંતુ છેલ્લા ૮૦ વર્ષમાં ત્રણ પ્રકારના વાઘ વિલુપ્ત થઈ ગયા.એક વાઘ ૩૦૦ કિલો વજન અને ૧૩ ફૂટ સુધી લાંબો હોઈ શકે છે.સફેદ રંગનો વાઘ પેદા થવાના ચાંસીસ ૧૦૦૦૦માંથી કોઈ એકને છે.વાઘના શરીર પર મળતી ડિઝાઈન પણ આપણી ફિંગરપ્રિંટની જેમ યૂનિક હોય છે. ૨૦૧૬ના રિપોર્ટ અનુસાર દુનિયામાં માત્ર ૩૮૯૧ વાઘ બચ્યા છે, જેમાંથી ૭૦ ટકા ભારતમાં છે અને ભારતમાં પણ સૌથી વધારે ૪૦૮ કર્ણાટકમાં છે.એટલા વાઘ જંગલમાં નથી, તેટલા તો લોકોએ પાળીને રાખ્યા છે.એક વાઘની દહાડ ૩ કિલોમીટર સુધી સાંભળી શકાય છે.નર વાઘ અને માદા સિંહના શારીરિક સંબંધથી પેદા થયેલા બચ્ચાને ટીગોંગ કહેવાય છે. અને નર સિંહ અને માદા વાઘના શારિરીક સંબંધથી પેદા થયેલા બચ્ચાને લાઇગર કહેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વાઘના કાનની પાછળ સફેદ રંગના દાગ હોય છેવાઘ ધરતીથી ૩૯૬૦ મીટરની ઉંચાઈ પર પણ મળી આવ્યા છે.વાઘ માત્ર માંસ ખાય છે. તે શિકાર કરવા માટે રાત પડવાની રાહ જુએ છે. વાઘની અંધારામાં જોવાની ક્ષમતા માણસ કરતા ૬ ઘણી વધારે હોય છે. તે હંમેશા ગરદનના પાછળના ભાગમાં જ વાર કરે છે. તેમના ૧૦ શિકારમાંથી એક જ સસ્કેસ થાય છે.વાઘ, ૬૫ કિમી પ્રતિ કલાકની સ્પીડથી ભાગી શકે છે, અને સળંગ ૬ કિમી સુધી તરી પણ શકે છે. વાઘ, ૩૦ ફૂટ લાંબી છલાંગ અને ૧૨ ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે. એક વાગ એક રાત્રીમાં ૨૭ કિલો માંસ ખાઈ શકે છે. બિલાડી, પોતાના ડીએનએનો ૯૫.૬ ટકા ભાગ વાઘ સાથે શેર કરે છે.૧૯મી સદીમાં એક વાઘે એકલા ભારત અને નેપાળમાં ૪૩૦ લોકોના જીવ લીધા હતા, જો ૧૮૦૦થી લઈ ૨૦૦૯ સુધી હિસાબ લગાવવામાં આવે તો વાઘ દ્વારા કુલ ૩,૭૩,૦૦૦ માણસોને મારી નાખ્યા છે.વાઘના શરીરનો દરેક ભાગ, મૂંછથી લઈ પૂંછ સુધી બજારમાં વેચવો કે ખરીદવો ગુનો છે.ભારત સહિત બાંગ્લાદેશ, મલેશિયા અને સાઉથ કોરિયાનો રાષ્ટ્રિય પ્રાણી વાઘ છે. વાઘ, ૩૦ ફૂટ લાંબી છલાંગ અને ૧૨ ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે.

Related posts

શું તમે માનશો? લંકાદહન હનુમાનજીને કારણે નહિ પણ મા પાર્વતીને કારણે થયું હતું

aapnugujarat

આત્મહત્યા – બાળકોમાં વધતું પ્રમાણ

aapnugujarat

भाजपा नेता प्रवेश वर्माने कहा मोदी-शाह के राज में हिन्दु सलामत नहीं….सुरक्षित नही…!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1