Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ પશ્ચિમ ઝોનમાં ૧૨ દિનમાં ૨,૪૫૭ મિલકતોને તાળા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા માર્ચ એન્ડિંગના કારણે પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટરો સામે કડક હાથે સીલિંગ ઝુંબેશ શરૂ કરાઈ છે. ચાલુ મહિનાના બાર દિવસમાં માત્ર પશ્ચિમ ઝોનમાં ૨૪૫૭ મિલકતને તંત્રએ તાળાં લગાવતાં ડિફોલ્ટર્સમાં દોડધામ મચી ગઇ છે. ખાસ કરીને પ્રોપર્ટી ટેક્સની બાકીદાર લોબીમાં જબરદસ્ત ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્સની વસૂલાતને લઇ સીલીંગ ઝુંબેશનું આકરું વલણ અપનાવાયું છે. બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત ઝુંબેશ હેઠળ ટેક્સ વિભાગ દ્વારા રૂ. ૫૦,૦૦૦થી વધુના ટેક્સના ડિફોલ્ટર્સ સામે ગત તા. ૧ ફેબ્રુઆરીથી મોટાપાયે સીલિંગ ઝુંબેશનો પ્રારંભ કરાયો છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રોપર્ટી ટેક્સમાં રૂ. ૯૦૦ કરોડનો સુધારિત લક્ષ્યાંક રખાયો હોઈ ગત તા. ૧૨ ફેબ્રુઆરી સુધીમાં તંત્રને રૂ. ૭૧૦ કરોડની આવક થઈ છે. શહેરના સૌથી સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગ દ્વારા સૌથી વધુ ૨૪૫૭ મિલકતને સીલ કરાઈ છે, જ્યારે દક્ષિણ ઝોનમાં ૧૮૯૪, ઉત્તર ઝોનમાં ૧૨૯૨, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૧૪૩, મધ્ય ઝોનમાં ૧૧૨૫, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૫૯૯ અને પૂર્વ ઝોનમાં ૪૮૭ મળીને ગત તા. ૧થી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૯ સુધીમાં કુલ ૮૯૯૭ મિલકતને સીલ કરાઈ છે, જ્યારે મ્યુનિસિપલ તિજોરીમાં સીલિંગ ઝુંબેશથી રૂ. ૩૮.૨૫ કરોડ ઠલવાયા છે. જો કે, અમ્યુકો સત્તાવાળાઓ હજુ પણ આગામી દિવસોમાં પ્રોપર્ટી ટેકસની વસૂલાત અને સીલીંગ ઝુંબેશની આકરી કાર્યવાહીને લઇ મક્કમ છે, જેને લઇ બાકીદાર ડિફોલ્ટર્સમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.

Related posts

ખેડૂતોને સમર્થન આપતાં પંચમહાલમાં કોંગ્રેસી અગ્રણીઓની અટકાયત

editor

ગુજરાત રાજ્ય વિદ્યુત કામદાર સંઘના કર્મચારીઓ ૧ મેના રોજ આંદોલન કરશે

aapnugujarat

સુરત અગ્નિકાંડનું તક્ષશિલા બિલ્ડિંગ સીલ કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1