Aapnu Gujarat
રાષ્ટ્રીય

IL&FSમાં પ્રોવિડંડ ફંડના હજારો કરોડ ફસાયા : રિપોર્ટ

પ્રોવિડંડ અને પેન્શન ફંડ ટ્રસ્ટના આઈએલએન્ડએફએસ ગ્રુપના બોન્ડમાં હજારો કરોડ રૂપિયા ફસાઈ ગયા છે. હવે જ્યારે આ ટ્રસ્ટને પોતાના પૈસા ડુબવાની શંકા સતાવી રહી છે ત્યારે આ લોકોએ નેશનલ કંપની લો એપ્લેટ ટ્રીબ્યુનલમાં દરમિયાનગીરી અરજીઓ દાખલ કરી દીધી છે. આ ટ્રેડ ઇન્સ્ટુમેન્ટ છે જેથી દાવ ઉપર લાગવામાં આવેલી રકમની વાસ્તવિક માહિતી મળી શકી નથી પરંતુ ઇન્વેસ્ટર બેંકરોનું કહેવું છે કે, હજારો કરોડ રૂપિયામાં આ રકમ હોઈ શકે છે. કારણ કે રિટાયર્ડ ફંડ એએએ રેટિંગના કારણે આઈએલ એન્ડ એફએસના બોન્ડ ઉપર આધારિત હતા. હકીકતમાં રિટાયર્ડમેન્ટ ફંડ ઓછા જોખમ લઇને ઓછા વ્યાજદરથી જ આગળ વધવામાં આવે છે પરંતુ ખાસ રિટર્ન ઉપર ભાર મુકવામાં આવે છે. સુત્રોના કહેવા મુજબ એમએમટીસી, ઇન્ડિયન ઓઇલ, સિડકો, હુડકો, ઇડબી, એસબીઆઈની સાથે ગુજરાત અને હિમાચલ પ્રદેશના ઇલેક્ટ્રીસિટી બોર્ડ જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓની સાથે કર્મચારીઓના રિટાયર્ડમેન્ટ ફંડ મેનેજ કરનાર ટ્રસ્ટ એનસીએલટીમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હિન્દુસ્તાન યુનિલીવર, એશિયન પેઇન્ટ્‌સ જેવી ખાનગી કંપનીઓના પીએફ ફંડ પણ આઈએલએન્ડએફએસમાં ફસાઈ ગયા છે. ફંડોના એનસીએલટીને આપવામાં આવેલા આવેદનોમાં પ્રોસેસ ઉપર પ્રશ્નો ઉઠી રહ્યા છે. પીએફ ફંડ માટે ૧૨મી માર્ચ સુધી એનસીએલટીમાં અરજી આપવા માટેની અવધિ નક્કી કરવામાં આવી છે જેથી આવેદનોમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. એણ માનવામાં આવે છે કે, હજુ સુધી ૧૪ લાખથી વધારે કર્મચારીઓના રિટાયર્ડમેન્ટ ફંડને મેનેજ કરનાર ૫૦થી વધારે ટ્રસ્ટના પૈસા આઈએલએન્ડએફએસમાં ફસાયેલા છે. આ સંદર્ભમાં સંપર્ક કરવામાં આવ્યા બાદ આઇએલએન્ડએફએસના પ્રવક્તા શરદ ગોયેલે કહ્યું હતું કે, કંપની આ મુદ્દા ઉપર કોઇ ટિપ્પણી કરવા માંગતી નથી. હકીકતમાં ચિંતાનો વિષય એ છે કે, આઈએલએન્ડએફએસે પોતાની ગ્રુપ કંપનીઓને ત્રણ વર્ગ ગ્રીન, એમ્બર અને રેડમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ગ્રુપને કુલ ૩૦૨ કંપનીઓને ૧૬૯ કંપનીઓ ભારતની છે.
આમા ૨૨ ગ્રીન, ૧૦ એમ્બર અને ૩૮ કંપનીઓ રેડ કેટેગરીમાં આવે છે જ્યારે ૯૯ ભારતય કંપનીઓની વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે. આ જાણવાની બાબત જરૂરી છે કે, ગ્રીન કેટેગરીની કંપનીઓને તમામ ફરજ અદા કરવાની રહેશે જ્યારે એમ્બર કેટેગરીની કંપનીઓને માત્ર સિક્યોર્ડ ક્રેડિટર પ્રત્યે જવાબદારી રાખવી પડશે.

Related posts

भारत -जर्मनी के बीच एक नए संबंध की हो सकती है शुरुआत

aapnugujarat

वृद्ध नेबच्ची से किया दुष्कर्म

aapnugujarat

હા ગુજરાતમાં કોરોના વકર્યો છે… મહાનગરોમાં પરિસ્થિતિ અતિ ગંભીર

editor

Leave a Comment

UA-96247877-1