Aapnu Gujarat
ગુજરાત

સર્વ શિક્ષાના કોન્ટ્રાક્ટ માટેના કર્મચારીઓના વેતનમાં વધારો

ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનના કરાર આધારિત કર્મચારીઓનાં પગારમાં ૭ ટકાનો વધારે કરવામાં આવ્યો છે. આ પગાર વધારાનો લાભ તા.૧ ફેબ્રુઆરીથી મળશે. રાજય સરકારના આ નિર્ણયને પગલે સર્વ શિક્ષા અભિયાનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. સર્વ શિક્ષા અભિયાનના કોન્ટ્રાકટ કર્મીઓને આ લાભ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૮ સુધી નિમણૂંક થયેલા કર્મચારીઓને તા.૧ જાન્યુઆરી,૨૦૧૯ની અસરથી મળશે. વર્ષ ૨૦૧૨થી ૨૦૧૮ દરમિયાન કરાર આધારિત નિમણૂંક આપવામાં આવી હોય તેવા કર્મચારીઓને તેમની પ્રથમ એસએસએ(સર્વ શિક્ષા અભિયાન)ની હાજર તારીખ ધ્યાને લઇ વર્ષ ૨૦૧૯માં જે માસમાં વર્ષ પૂર્ણ થતું હોય તે માસમાં હાલ મળતા ફિક્સ પગારમાં ૭ ટકાનો વધારો કરાશે. રાજય સરકારના આ નિર્ણયને પગલે સર્વ શિક્ષા અભિયાનના કોન્ટ્રાકટ કર્મીઓમાં ખુશીની લાગણી ફેલાઇ છે, કર્મચારીઓના આગેવાનોએ સરકારના નિર્ણયને વધાવ્યો હતો. કરાર આધારિત કર્મચારીઓનાં કરાર તા.૧-૧-૨૦૧૯થી ૩૧-૧૨-૨૦૧૯ સુધીનાં સમયગાળા માટે કરવામાં આવ્યા તેવા તમામ કર્મચારીઓને આ આદેશ પછી પગારમાં ૧-૧-૨૦૧૯ની અસરથી હાલ જે મહેનતાણું મેળવે છે તેમાં ૭ ટકાનો વધારો કરાયો છે. આ પગાર વધારાનો લાભ તા.૧ લી ફેબ્રુઆરીથી મળી જશે તે મહત્વની વાત છે.

Related posts

ગુજરાતમાં કોમી તોફાનો તો હવે ઇતિહાસ બન્યા : રૂપાણી

aapnugujarat

ડભોઈ કોંગ્રેસે ખેડૂત વિરોદ કાયદાની હોળી કરી

editor

બાયોટેકનોલોજી અને એન્જિનીયરીંગમાં સંશોધન-શિક્ષણ માટે રાજ્યમાં ૨૬ બાયો ઇન્ફોર્મેટિક્સ, ડિઝાઇન લેબ અને હાઇ પરફોર્મન્સ સુપર કોમ્પ્યુટિંગ લેબની રચના માટે મુખ્યમંત્રી રૂપાણીની મંજૂરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1