Aapnu Gujarat
ગુજરાત

તપોવન સંસ્કારપીઠ જ્યંતિ વર્ષને લઇ તૈયારી પૂર્ણ થઇ

તપોવન સંસ્કારપીઠ રજતજ્યંતિ વર્ષની ઉજવણીની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ૧૬ અને ૧૭મી ફેબ્રુઆરીના દિવસે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્ર રક્ષા માટે આવનારી પેઢીને તાલિમબદ્ધ કરવાના ઉદ્દેશ્યથી સ્થાપિત તપોવન સંસ્કારપીઠને ૨૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આને લઇને ૧૬મી ફેબ્રુઆરીથી તપોવન મુકાશે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના આધુનિક યુગમાં શાળાઓમાં પરીક્ષાની જિંદગીમાં સફળતા મેળવવાના જ આશય થી શિક્ષણ અપાય છે, જયારે જિંદગીની પરીક્ષામાં શ્રેષ્ઠતમ સફળતા મેળવવાની કેળવણી આપવાના ધ્યેયથી અમદાવાદ – ગાંધીનગર હાઇવે સ્થિત તપોવન સંસ્કારપીઠ સંસ્થા કાર્ય કરી રહી છે. યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસપ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. પ્રેરિત તપોવન સંસ્કારપીઠ – અમીયાપુર ખાતે ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્ર રક્ષા માટે આવનારી પેઢીને તાલીમબદ્ધ કરવાના ધ્યેયથી સ્થાપિત શિક્ષણ સાથે સંસ્કરણ આપતી સંસ્થાને ૨૫ વર્ષ પરિપૂર્ણ થઇ રહ્યા છે. આ નિમિતે સંસ્થા દ્વારા મહોત્સવ તા. ૧૬/૧૭ ફેબ્રુઆરી-૨૦૧૯ શનિવાર અને રવિવારના રોજ તપોવન મુકામે રજત જયંતિ મહોત્સવ અંતર્ગત વૈશ્વિક સંમેલન “તપોવન એ જ તરણોપાય” અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તપોવનની સ્થાપના થી લઇ વર્તમાન સમય સુધીની ઐતિહાસીક યાત્રાની ઝાંખી કરાવતી ભવ્ય આર્ટ ગેલેરીનું નિર્માણ તપોવન ખાતે કરવામાં આવેલ છે. તપોવન રજત જયંતિ મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત તા.૧૬-૨-૨૦૧૯ શનિવારના રોજ પરમ પૂજ્ય સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિશ્રી જયઘોષ સુરીશ્વરજી મહારાજા આદિ અનેક આચાર્ય ભગવંતો તેમજ ૩૦૦ થી પણ વધુ શ્રમણ અને શ્રમણી અમદાવાદની વિવિધ શાળા – કોલેજના યુવાન વિધાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડ યોજાશે। રાત્રીના સમયે મહાન સંગીતકારોની સાથે ભક્તિ સંગીતના દબદબામય વાતાવરણમાં ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્ર રક્ષાના વિવિધ ક્ષેત્રમાં કાર્યરત પ્રતિભાઓને અને સંસ્થાનોને એવોર્ડ પ્રદાન કાર્યક્રમ યોજાશે. તા.૧૭ રવિવારના રોજ પ્રભાતના સમયમાં ધર્મ – સંસ્કૃતિ અને રાષ્ટ્ર રક્ષાના ગગનભેદી નારાઓ સાથે ખુમારીસભર શાસન વંદના યોજાશે। આ ઉપરાંત પૂજ્ય મુનિરાજશ્રી સુધારસ વિજયજી મ.સાને ગણીપદ પ્રદાન મહોત્સવ યોજાશે.
ત્યાર બાદ અધતન ટેકનોલોજીના સથવારે પૂજ્ય ગુરુમાં(પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા.)ની પાવન ઝાંખી કરાવતો કાર્યક્રમ, ૨૫ સંસ્કાર ગ્રંથોનું વિમોચન અને તપોવની યુવાનોના બાલુડાઓને ધર્મ – સંસ્કૃતિ અને રાષ્ટ્ર માટે સમર્પિત જીવનના નિર્માણ માટે પરમ પૂજ્ય ગચ્છાધિપતિશ્રીને વહોરાવાની મંગળ વિધિનો કાર્યક્રમ યોજાશે. તપોવનની પ્રવૃત્તિમાં પાયાથી જોડાયેલા સંસ્કરણ શિલ્પી પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી હંસકિર્તીસુરીશ્વરજી મ.સા એ જણાવ્યું હતું કે, તપોવનમાં બાળકોને માતા-પિતા ઘરના જીવતા જાગતા ભગવાન અને ભગવતી છે તેવો શિક્ષા અપાઈ રહી છે. આ ઉપરાંત દયા-કરુણા અને માનવતાના ગુણોને અને માનવ પ્રેમ – પશુ પ્રેમ અને શ્રમ પ્રેમને જીવંત રીતે બાળકોમાં આત્મસાત કરાવવાનો પ્રયાસ તપોવન દ્વારા થઇ રહ્યો છે.

Related posts

રાજ્યમાં ૩૮.૭૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું

aapnugujarat

90-સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા

editor

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લાખોના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ બનશે

editor

Leave a Comment

UA-96247877-1