Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ૩૮.૭૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું

રાજયમાં થયેલ સારા વરસાદના પરિણામે રાજ્યભરમાં ૩૮.૭૧ લાખ હેકટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે. રાજયમાં સરેરાશ ૮૩૧ મી.મી. ની સામે જુલાઈ માસ સુધીમાં ૪૦૧.૪૪ મી.મી. (૪૮.૩૧%) મી.મી. વરસાદ થયેલ છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વધુ વરસાદના કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતી ઉભી થઇ છે. જેથી અસરગ્રસ્તજ વિસ્તાતરોમાં ખેતરોના ઉભા પાકમાં પાણી ભરાઇ જતાં પાક નિષ્ફળ જવાની શક્યતાઓ ઉભી થવા પામી છે. આવા સંજોગોમાં ઉભા પાકને બચાવવા તથા પાક સંપુર્ણ નિષ્ફળ ગયો હોય ત્યાં તથા નવા પાકનું વાવેતર કરવા ખેતી નિયામક દ્વારા ભલામણ કરાઈ છે. ખેતી નિયામકની યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, ઉભા પાકને બચાવવા માટે શક્ય તેટલી ઝડપે ખેતરમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવો જેથી પાક બચાવી શકાય. ઉભા પાકમાં રોગગ્રસ્ત અને નબળા સુકા છોડ ઉપાડી નાખવા. આંતરપાક પધ્ધતિ અપનાવી જોખમમાં ઘટાડો કરવો. વરાપ થયેથી પુનઃ આંતરખેડ કરવી. જેથી પાકને પુરતા પ્રમાણમાં ઓક્સીજન મળી રહે અને પાકનો યોગ્ય વિકાસ થાય. સુકારા અને મૂળખાઇ જેવા રોગથી પાકને બચાવી શકાય. વરસાદ રોકાય ત્યારે ઉભા પાક્નીિ અવસ્થાનને ધ્યાને લઇ પૂરતો ખાતરનો હપ્તો આપવો તથા એમોનિયમ સલ્ફેરટનો ઉપયોગ કરવો. ગંધક તત્વની ઉણપવાળા વિસ્તારોમાં પૂર્તી ખાતર તરીકે યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેપટ આપવું. મગફળીના પાકમાં લોહ તત્વની ઉણપના કારણે પાન પીળા પડી ગયેલ હોય તો ૧૦ લી. પાણીમાં ૫૦ ગ્રામ હીરાક્શીં (ફેરસ સલ્ફેકટ) અને ૨૫ મી.લી. ચુનાનું દ્ગાવણ ભેળવીને છંટકાવ કરવો. ગેરૂ અને ટીક્કા રોગના નિયંત્રણ માટે ૧૦ લીટર પાણીમાં કાર્બેન્ડાઝીમ ૫ ગ્રામ અથવા મેન્કોઝેબ -૨૫ ગ્રામ અથવા ક્લોારોથેલોનીલ ૨૫ ગ્રામ પૈકી કોઇ એક દવાનો છંટકાવ કરવો અને જરૂર જણાય તો વારાફરતી ૧૦-૧૨ દિવસના અંતરે ફરી છંટકાવ કરવો.કપાસના પાકમાં ચુસિયા તથા ઇયળ વર્ગની જીવાતનો ઉપદ્રવ જણાય તો મોનોક્રોટોફોસ ૧૦ મી.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મૂળખાઇના રોગના નિયંત્રણ માટે ઝાયનેબ ૨૫ ગ્રામ, મેન્કોઝેબ ૨૫ ગ્રામ પ્રમાણે ઓગાળી દ્રાવણ છોડના મૂળમાં રેડવું. વધુ વરસાદથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઓછી થઇ ગઇ હોય તો રીલે પાક તરીકે દિવેલા અથવા તુવેર ઓગષ્ટ માસના અંત સુધીમાં વાવેતર કરી શકાય. જે ખેડુતોએ ડાંગરનુ ધરુ રોપ્યું છે ત્યાં રોપણી કાર્ય પૂર્ણ કરી દેવું અને જે ખેડુતોએ ધરૂ ન રોપ્યું હોય ત્યાં ફણગાવેલ બીજથી પદ્ધતિ અથવા ચપકા પદ્ધતિનો ઉપયોગ કરવો. ઓરાણ ડાંગર માટે જી.આર-૫, ૮, અને ૯ નું વાવેતર કરવુ. ડાંગરની ક્યારીમાં ૫ સેમી કરતા વધારે પાણી ભરાયેલ હોય તો ૫ સેમી જેટલું પાણી રાખી વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. ડાંગરમાં પાનના સુકારાના રોગના નિયંત્રણ માટે ૧૦ લીટર પાણીમાં અડધો ગ્રામ સ્ટ્રેપ્ટોસાઈક્લીન, ૫ ગ્રામ કોપર ઓક્સીહક્લોયરાઇડ દવા ભેળવીને છંટકાવ કરવો.

Related posts

ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો

editor

10 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે

aapnugujarat

વડોદરા જિલ્લાના ગ્રામવિસ્તારોમાં મોબાઇલ લે/વેચ કરતા વેપારીઓને ફોટો ઓળખકાર્ડ સાથેનું રજિસ્ટર રાખવાનું રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1