Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હીની અર્પિત પેલેસ હોટલમાં આગ : ૧૮નાં મોત

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના કરોલબાગ નજીક સ્થિત હોટેલ અર્પિત પેલેસમાં આજે વહેલી પરોઢે ભીષણ આગ ફાટી નિકળી હતી. જેના કારણે ઓછામાં ઓછા ૧૮ લોકો બળીને ભડથુ થઇ ગયા હતા. આ ભીષણ આગમાં અનેક લોકો દાજી ગયા હતા. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આગ હોટેલના ઉપરના હિસ્સામાં લાગી ગયા બાદ તે ઝડપથી અન્યત્ર ફેલાઇ ગઇ હતી. હોટેલમાં રોકાયેલા લોકોએ જાન બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. કેટલાક લોકો તો ઉપરથી કુદી ગયા હતા. બચાવ અને રાહત કામગીરી આગની ઘટના અંગે માહિતી મળ્યા બાદ તરત જ હાથ ધરવામાં આવી હતી. દાજી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બચાવ અને રાહત કામગીરીમાં ફાયર બ્રિગેડન ટુકડીઓ તરત જ જોડાઇ ગઇ હતી. અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે આગ પર કાબુ મેળવ લેવા આસપાસના તમામ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટુકડી પહોંચી ગઇ હતી. કલાકો સુધી આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી ચાલી હતી. ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો. મધ્ય દિલ્હીના કારોલબાગ સ્થિત હોટેલમાં આ આગ લાગી હતી. ફાયર સર્વિસના જવાનો અને પોલીસ ટુકડી બચાવ અને રાહત કામગીરીમાં તરત વ્યસ્ત બની હતી. કલાકો સુધી ચાલેલા બચાવ ઓપરેશન વેળવા ૫૦થી પણ વધારે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તે લોકો પૈકી ૩૨ને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાજી ગયેલી હાલતમાં લોકોને ખસેડી લેવામાં આવ્યા બાદ ૧૫ના મોત થયા હતા. આગ લાગવા માટેનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. જો કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ જાણવા મળ્યુ છે. ફાયર વિભાગ દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. દાજી ગયેલા લોકોને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોતના આંકડાને લઇને સત્તાવાર આંકડો જારી કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં આ આગની ઘટનાને હાલના સમયની સૌથી મોટી ઘટના તરીકે ગણવામાં આવે છે. મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાના પ્રયાસો પણ બીજી બાજુ હાથ ધરવામાં આવ્યા છે. જો કે તમામ મૃત્યુ પામેલા લોકો ખરાબ રીતે દાજી ગયા હોવાના કારણે તેમની ઓળખ તરત જ કરીી શકાઇ નથી. બનાવની જાણ થતા મિનિટોના ગાળામા ંજ ફાયર બ્રિગેડની ટુકડી પહોંચી ગઇ હતી. બનાવની જાણ થયા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયા હતા. જો કે વહેલી પરોઢે આગ લાવવાન ઘટના બની હોવાથી ફાયર ટીમને ટ્રાફિક ઓછા પ્રમાણમાં હોવાથી વહેલી તકે પહોંચી જવામાં સફળતા મળી હતી. જેથી મોટી ખુવારી ટાળી દેવામાં ફાયર અને પોલીને સફળતા મળી છે. જો કે આગ ખુબ ભીષણ હતી. આગની ઘટનામાં મૃત્યુ પામનારમાં મોટાભાગના લોકો દિલ્હી આવેલા ટ્યુરિસ્ટો હતો અને મ્યાનમાર અને કોચીથી આવેલા લોકો પણ સામેલ હતા. આ ઘટનામાં મોટાભાગના લોકોના મોત ધુમાડાના કારણે થયા હતા. હોટલના એક એસી રુમની બારી પેક હતી જેના કારણે ધુમાડા બહાર નહીં નિકળી શકતા સ્થિતિ ખરાબ થઇ હતી. લોકો ઉંઘમાં હતા જેથી હોટલમાં રોકાયેલા લોકો ધુમાડાની લપેટમાં આવતા ગયા હતા. મૃતકોમાં ત્રણ લોકો કેરળના છે અને બે લોકો મ્યાનમારના હોવાનું જાણવા મળ્યું છે.
કરોલબાગના ગુરુદ્વારા રોડ સ્થિત હોટલ અર્પિત પેલેસમાં આગની ઘટના બની હતી. હોટલમાં કામ કરનાર કર્મચારી હરિસિંહે કહ્યું છે કે, આ હોટલમાં કુલ ૬૫ રુમ છે તેમાં આગની ઘટના બની ત્યારે ૧૨૦ લોકો રોકાયેલા હતા. ૩૦ લોકો સ્ટાફના હતા. ઘટનાને લઇને ચીફ ફાયર ઓફિસર અતુલ ગર્ગે કહ્યું છે કે, સવારે આઠ વાગે આગ ઉપર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હતી. કુલ ૩૫ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. હાલમાં એક વ્યક્તિ લાપત્તા હોવાની માહિતી મળી રહી છે. આ હોટલ બેઝમેન્ટ ઉપરાંત ચાર માળની છે. રસોડા ઉપર રાખવામાં આવ્યા છે. એમ કહેવામાં આવે છે કે, આગ પહેલા માળથી લાગી હતી જે ઉપરના ફ્લોર ઉપર પહોંચવા લાગી ગઈ હતી. આગ લાગવાના કારણો પૈકી શોર્ટસર્કિટને ગણવામાં આવે છે. કારણોમાં તપાસ હાલમાં પોલીસને કરવાની છે. એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે, લાપરવાહીના કેસ નોંધીને હોટલ માલિકને પુછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા છે. બીજી બાજુ દિલ્હી હોટલ એસોસિએશનના ઉપપ્રમુખ બાલન મણિએ કહ્યું છે કે, આગ ડકટિંગમાં લાગી હતી.
જેના કારણે અન્યત્ર ફેલાઈ હતી.

Related posts

કાશ્મીરમાં ત્રાસવાદી સંગઠનોની કમર તુટી રહી છે : હેવાલ

aapnugujarat

बिहार विस चुनाव: जेडीयू ने प्रचार के लिए बनाया अपना पोर्टल

editor

1 जून तक पूरे देश में लागू होगा ‘एक राष्ट्र, एक राशन कार्ड’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1