Aapnu Gujarat
ગુજરાત

ગુલબર્ગ હત્યાકાંડના કાવતરાની સુનાવણી સુપ્રીમ કોર્ટે જુલાઈ સુધી ટાળી

૨૦૦૨ના ચકચારી ગુલબર્ગ હત્યાકાંડના કાવતરામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી જુલાઈ સુધી ટાળી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ સામે ઝાફરીની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જેની સામે એહસાન ઝાફરીના પત્ની ઝકીયા ઝાફરી સુપ્રીમમાં ગયા છે. આ કેસમાં સીટે કરેલી તપાસમાં મોદીને ક્લિનચીટ અપાઈ છે. જે સામે ગુજરાત હાઇર્કોર્ટમાં ન્યાય ન મળ્યો હોવાનું જણાવી ઝાકિયા ઝાફરીએ સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા છે. જે કેસમાં આજે જુલાઈ સુધીની મુદત પડી છે. કોર્ટે પહેલાં પણ કહ્યું છે તે આ કેસમાં તિસ્તા સેતવલાડની સહ યાચિકા બનવાની અરજીની સુનાવણી પહેલાં કરવા માગે છે.મેઘાણી નગર ખાતે આવેલી ગુલબર્ગ સોસાયટીમાં સર્જાયેલા હત્યાકાંડમાં અહેસાન ઝાફરી સહિત ૬૮ લોકોના મોત થયા હતા. આ હત્યાકાંડ પૂર્વ આયોજિત કાવતરું હતું અને તેમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઉચ્ચ અધિકારીઓ અને અન્ય નેતાઓ સામેલ હતા તેવા આક્ષેપ કરતી જાકીયા જાફરીએ અરજી કરી હતી.જેને લઈને સુપ્રીમ કોર્ટે સીટને તપાસ સોંપી હતી. સીટે આ આક્ષેપ અંગે ક્લિનચીટ આપતો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ મેજિસ્ટ્રેટે મંજૂર રાખ્યો હતો. જેની સામે હાઈકોર્ટમાં રિવ્યૂ અરજી થઈ હતી જે કેસ હવે સુપ્રીમ સુધી પહોંચ્યો છે. આ કેસમાં ૮ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ એસઆઈટીએ આ કેસમાં મોદી સહિતના લોકોને ક્લિનચીટ આપી હતી.અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશન પાસે આવેલી ગુલબર્ગ સોસયટી પર ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ તોફાનીઓએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં કુલ ૬૯ લોકોના મોત થયા હતા, જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી પણ હતા.

Related posts

એક શામ શહીદો કે નામના બોર્ડ ઉતારાતા અટકળો શરૂ

aapnugujarat

રાયખડમાં સ્થાનિકોએ ગટરના ઢાંકણા બદલ્યા

editor

ભાજપ શાસનમાં આવ્યા બાદ કોંગ્રેસને વિકાસની યાદ આવી : ભુપેન્દ્ર યાદવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1