Aapnu Gujarat
ગુજરાત

ભાજપ શાસનમાં આવ્યા બાદ કોંગ્રેસને વિકાસની યાદ આવી : ભુપેન્દ્ર યાદવ

ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે આજે મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સમગ્ર રાજ્યમાં શક્તિકેન્દ્રના ૩૦ હજારથી વધુ ઈન્ચાર્જો સાથે સીધો સંવાદ કર્યો હતો અને ગુજરાતમાં વિકાસની અવિરત યાત્રામાં જનતા જનાર્દનના આશિર્વાદથી આવનારી વિદાનસભાની ચુટણીઓમાં ભાજપાની સરકાર ૩-૪ બહુમતીથી બનવા જઈ રહી છે તેવો આત્મવિશ્વાસ યાદવે વ્યક્ત કર્યો હતો. યાદવે જણાવ્યું હતું કે, ભાજપાના કાર્યકરોને નમ્રતાપૂર્વક સમગ્ર રાજ્યમાં ઘરે-ઘરે જઈને ગરવા ગુજરાતીઓના ભાજપા પ્રત્યેના પ્રેમ, વિશ્વાસ, બદલ કૃતજ્ઞતા અને આભાર અર્પણ કર્યા હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વંશવાદ સામે વિકાસવાદનો પ્રેમ, વિશ્વાસ બદલ, કૃતજ્ઞતા અને આભાર અર્પણ કર્યો હતો. વડાપ્રધાન મોદીનો વંશવાદ સામે વિકાસવાદનો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો અને ગુજરાતના વિકાસની સચોટ આંકડાકિય માહિતી પત્રિકા સ્વરૂપે ઘર-ઘર સુધી પહોચાડી હતી. યાદવે ભારપૂર્વક કહ્યું હતું કે, કોંગ્રેસ ખોટી આંકડાકિય માહિતી આપીને પ્રજાને ગુમરાહ કરે છે ત્યારે, વિપક્ષ તરીકે કાંગ્રેસ અમારી સચોટ અને સાચી પત્રિકા પર એકપણ આરોપ સુધા લગાડી શખી નથી. યાદવે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ શ્રધ્ધા, વિશ્વાસ, દર્શનમાં માને છે. કરોડો લોકો શ્રદ્ધાપૂર્વક વિવિધ મંદિરોમાં દર્શનાથે જાય છે. પરંતુ કોંગ્રેસ સ્ટારપ્રચારક એકમાત્ર સર્વમાન્ય નેતા, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જે રીતે ગુજરાતના મંદિરોમાં દર્શનાથે ચૂંટણીટાણે જઈ રહ્યા છે. ત્યારે, મનમાં એક પ્રશ્ન પેદા થાય છે, ભગવાનના દર્શન એ સ્વાભાવિક ધર્મ હોવો જોઈએ, નહિ કે ચૂંટણી કર્મ યાદવે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીને પૂછ્યુ હતું કે, દિલ્હીમાં કાંગ્રેસ પાર્ટીના આવાસથી માત્ર ૬ કિલોમીટર દુર અક્ષરધામ મંદિર કે જ્યાં કરોડો લોકોએ દર્શન કર્યા છે, આંતરરાષ્ટ્રીય મહાનુભાવો દર્શનાર્થે આવે છે, ત્યાં તેમણે ક્યારેય દર્શન કર્યા છે. તે પ્રજાને જણાવે. કાંગ્રેસના મહારેલી ફાર્મ હાઉસની પાસે કાત્યાયની માતાનું મંદિર છે તો રાહુલ ગાંધી ગુજરાતની પ્રજાને જણાવે કે નવરાત્રી દરમ્યાન ક્યારે તેઓ દર્શને ગયા હતા. દિલ્હીમાં તેમના નિવાસ સ્થાન અને ફાર્મ હાઉસ વચ્ચે કાલકાજીના શક્તિપીઠ છે તો ત્યાં ક્યારે દર્શન કરવા ગયા હતા તે ગુજરાતની જનતા જાણવા માંગે છે. યાદવે કોંગ્રેસની નીતિરિતી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, જ્યારથી ભાજપાની સરકાર કેન્દ્રમાં શાસનમાં આવી છે ત્યારથી કોંગ્રેસને વિકાસ અને સુશાસનની વાતો યાદ આવી રહી છે.

Related posts

સારા પુસ્તકો સમાજ જીવનમાં માર્ગદર્શક બને છે : રાજ્યપાલ

aapnugujarat

બંગાળમાં અમિત શાહનાં રોડ શોમાં કરાયેલી હિંસાના વિરોધમાં અમદાવાદ ખાતે ભાજપનાં ધરણા યોજાયા

aapnugujarat

જુદી જુદી શિષ્યવૃત્તિઓનો મહત્તમ લાભ લેવા નિયામક દ્વારા સૂચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1