Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતને સંપૂર્ણપણે બદલવા દિનરાત કામો કરી રહ્યા છે : ટ્રમ્પ સાથે મોદીની સફળ વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, ભારતને સંપૂર્ણપણે બદલી નાંખવાનું કામ અભૂતપૂર્વ સ્તરે ચાલી રહ્યું છે. મનીલામાં આશિયાન સંમેલનને સંબોધતા તેમણે કહ્યું હતું કે, સરળ, અસરકારક અને પારદર્શી શાસન આપવા માટે સરકાર દિનરાત એક કરી રહી છે. આ ગાળા દરમિયાન મોદીએ ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારા માટે લેવામાં આવેલા પગલા અંગે પણ વાત કરી હતી. સાથે સાથે આ દિશામાં મળેલી સફળતાની પણ વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભારતની એટ ઇસ્ટ પોલિસીના કારણે આ ક્ષેત્ર (આશિયાન) પ્રાથમિકતાના કેન્દ્રમાં છે. મોદીએ પોતાની સરકારમાં મૂળ મંત્રનો પણ ઉલ્લેખ પણ કર્યો હતો અને કહ્યું હતુ ંકે, સરકારે મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ ઉપર ભાર મુક્યો છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં ૧૨ કાયદાઓને રદ કરી દેવામાં આવ્યા છે. મોદીએ જનધન યોજનાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ભારતમાં મોટી સંખ્યામાં લોકો પહેલા બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા ન હતા. કેટલાક મહિનામાં જનધન યોજના મારફતે ચિત્ર બિલકુલ બદલાઈ ગયું છે. લાખોની જિંદગીમાં ફેરફાર થયા છે. ભારતમાં ડિજિટલ લેવડદેવડમાં વધારો થયો છે. સરકાર લોકો સુધી પહોંચવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. અમે ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ઇચ્છુક છીએ. દેશને યુવાનો માટે જોબ ક્રિએટર બનાવવા ઇચ્છુક છીએ. ભારતના અર્થતંત્રમાં મોટાભાગના સેક્ટર વિદેશી રોકાણ માટે ખુલ્યા છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એશિયન સમિટના ભાગરુપે બેઠક યોજી હતી. આ દ્વિપક્ષીય બેઠક બાદ મોદીએ કહ્યું હતું કે, વાતચીત ખુબ જ સફળ રહી છે. સમગ્ર દુનિયા અને અમેરિકાની અપેક્ષા ઉપર અમે યોગ્ય ઉતરવાના પ્રયાસ કરીશું આ બેઠકમાં બંને નેતાઓએ એશિયાના ભવિષ્ય અને સંબંધો ઉપર ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા સાથે મળીને ઉલ્લેખનીય ચિત્ર સર્જી શકે છે.

Related posts

चीन ने हांगकांग में विवादास्पद राष्ट्रीय सुरक्षा कानून को दे दी मंजूरी

editor

ભારતમાં યુરેનિયમ કાળાબજારમાં વેચાય છે ઃ પાકિસ્તાન

editor

UK warns China of “serious consequences” if it breaches bilateral agreement to preserve Hong Kong’s freedoms

aapnugujarat

Leave a Comment

UA-96247877-1