Aapnu Gujarat
મનોરંજન

સિંઘમ-૩ અને ગોલમાલ-૫ ફિલ્મોને લઇ દુવિધા

અભિનેતા અજય દેવગન અને રોહિત શેટ્ટીએ સાથે મળીને અનેક હિટ ફિલ્મો આપી છે. તેમની સાથે મળીને કોઇ ફિલ્મને લઇને હમેંશા ચાહકોને ઉત્સુકતા રહે છે. કારણ કે ચાહકો સારી રીતે જાણે છે કે આ બંનેની જોડી રોમાંચક અને મનોરંજન ફિલ્મ આપી શકશે. જો કે હવે જાણવા મળ્યુ છે કે રોહિત શેટ્ટી અને અજય દેવગન એક સાથે બે ફિલ્મ પર સાથે કામ કરવા જઇ રહ્યા છે. રોહિત શેટ્ટી અને અજય દવગન હવે સિંઘમ-૩ અને ગોલમાલ-૫ ફિલ્મ કરવા જઇ રહ્યા છે. જો કે બંને ફિલ્મો પૈકી પ્રથમ કઇ ફિલ્મ બનાવવામાં આવનાર છે તેને લઇને દુવિધા છે. હાલમાં મિડિયા ઇન્ટરવ્યુમાં અજય દેવગને કહ્યુહતુ કે રોહિત શેટ્ટી સિંઘમ-૩ તેમજ ગોલમાલ-૫ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. બંને ફિલ્મમાં અજય દેવગન પણ હિસ્સો તરીકે રહેનાર છે. જો કે અજય દેવગનના કહેવા મુજબ હાલમાં કેટલીક દુવિધા છે. પહેલા સિંઘમ-૩ બનાવવામાં આવનાર છે કે પછી ગોલમાલ-૫ ફિલ્મ બનશે તેને લઇને ભારે દુવિધા છે. રોહિત શેટ્ટી હાલમાં કોઇ તારણ પર પહોંચી શક્યા નથી. કામના મોરચાની વાત કરવામાં આવે તો હાલમાં અજય દેવગન ટોટલ ધમાલ નામની ફિલ્મમાં નજરે પડનાર છે. જે ફિલ્મ ઇન્દ્ર કુમારે બનાવી છે. આની સાથે સાથે તે પોતાન ફિલ્મ તનાજી ધ ગ્રેટ વોરિયર નામની ફિલ્મના શુટિંગમાં પણ વ્યસ્ત છે. તે રોહિત શેટ્ટીની જ ફિલ્મ સુર્યવંશીના શુટિંગમાં પણ વ્યસ્ત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડર રોલમાં નજરે પડનાર છે. અજય દેવગનને એક એક્શન સ્ટાર તરીકે જોવામાં આવે છે. તેની એક્શન ફિલ્મો હમેંશા ચાહકોને પસંદ પડે છે. અજય દેવગનની ટોટલ ધમાલ નામની ફિલ્મને લઇને તમામ આશાવાદી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચોક્કસપણે સુપરહિટ થનાર છે. કારણ કે આ ભરપુર કોમેડી ફિલ્મ છે. જેમાં અનિલ કપુર અને માધુરી દિક્ષિત પણ કામ કરી રહી છે. ઇન્દ્ર કુમાર કોમેડી ફિલ્મ માટે જાણીતી રહ્યા છે.

Related posts

અનુષ્કા શર્મા બોલિવૂડમાંથી સંન્યાસ લેશે !!

aapnugujarat

ક્યારેય પાછું વળીને નથી જોયું એટલે જ સફળ થઇ : માધુરી

aapnugujarat

ऐश्वर्या राय के साथ तुलना मुझे परेशान नहीं करता : स्नेहा उलाल

editor

Leave a Comment

UA-96247877-1