Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચોકીદારની ચોકસાઇથી ભ્રષ્ટાચારીઓ પરેશાન છે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પૂર્વોત્તરના ત્રણ રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાના પ્રવાસે છે. વડાપ્રધાને આસામના ગૌહાટીમાં ઉત્તર પૂર્વ માટે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થનારી પરિયોજના ન્યૂ ગેટવે ઓફ ગ્રોથનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન તેઓએ અમીનગાંવમાં એક જાહેરસભા સંબોધિત કરતાં કહ્યું કે, આજે નોર્થ ઈસ્ટના વિકાસમાં નવો ઈતિહાસ જોડવામાં આવી રહ્યો છે. આસામ અને નોર્થ ઈસ્ટના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડના પ્રોજેક્ટસના લોકાર્પણ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી પર ટાર્ગેટ કરતાં મોદીએ કહ્યું કે, સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે ચોકીદારની ચોકસાઈથી કેવી રીતે ભ્રષ્ટાચારી હેરાન-પરેશાન થઈ રહ્યા છે અને સવાર-સાંજ મોદી-મોદીના નામની રટણ કરી રહ્યા છે. પીએમ મોદીએ ભારત રત્ન ભૂપેન હજારીકાને પણ યાદ કરતાં કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. તેઓએ સવાલ કર્યો, ’છેવટે એવું કેમ થઈ રહ્યું છે કે કેટલાક લોકો માટે જન્મ લેતાં જ તેમના માટે ભારત રત્ન નક્કી થઈ જતો હતો અને દેશના માન-સન્માન માટે જેઓએ જીવન ખર્ચી દીધું તેમને સન્માનિત કરવા માટે દાયકાઓ લાગી જતા હતા? મને ગર્વ છે કે ભાજપની સરકારે આસામના બે સપૂતો, ગોપીનાથ બોરદોલોઈ અને ભૂપેન હજારિકાને ભારત રત્ન આપવાનું કામ કરવામાં આવ્યું છે.’ પીએમ મોદી તેની સાથોસાથ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, મ્ઝ્ર અને છડ્ઢ એટલે કે બિફોર કોંગ્રેસ અને આફ્ટર ડાયનેસ્ટીને ગૌરવવાન કરનારાઓને હું આજે અહીંથી પૂછવા માંગું છું કે છવટે તમે ભારતના સાચા રત્નોને ન ઓળખવાની કુટિલ રમત દાયકાઓથી કેમ રમી? પોતાના ભાષણમાં મોદીએ કહ્યું, હાલના બજેટમાં અમે ઉત્તર પૂર્વ માટે બજેટમાં ૨૧ ટકાથી વધુનો વધારો કર્યો. આ ઉત્તર પૂર્વ માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પીએમ મોદીએ કહ્યું કે, નાગરિકતા સંશોધનનો વિષય માત્ર આસામ યા નોર્થ ઇસ્ટ સાથે જોડાયેલો નથી, પરંતુ દેશના તેમના ભાગમાં મા ભારતી પર આસ્થા રાખનાર એવી સંતાને છે, એવા લોકો છે, જેમને તેમનો જીવ બચાવી ભારત આવું પડ્યું છે. ભલે તેઓ પાકિસ્તાનથી આવ્યો હોય, અફઘાનિસ્તાનથી આવ્યા હોય કે પછી બાંગ્લાદેશથી, આ ૧૯૪૭ પહેલા ભારતનો ભાગ હતો. જ્યારે આસ્થાના આધાર પર દેશનું વિભાજન થયું. આપણાથી અલગ થયેલા દેશોમાં જે લઘુમતી એટલે કે હિંદૂ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ ત્યાં રહી ગયા હતા તેમને સંરક્ષણ આપવું આપણું કર્તવ્ય છે.
વડાપ્રધાને કહ્યું હતું કે, જે પક્ષો, દલબદલમાં ડુબેલા, મહામિલાવટી દળ, ભ્રમ ફેલાવવી રહ્યાં છે તેમણે ૩૬ વર્ષ સુધી આસમ સમજુતી લાગુ કરવામાં કોઈ જ ઈમાનદારી દેખાડી નથી. ૩૬ વર્ષથી તેઓ ક્યાં ઉંઘતા હતાંપ.? જે લોકો પોતાના અંગત સ્વાર્થ માટે તેમની સાથે ઉભા હતા તેનો પણ ખુલાસો થવો જોઈએ. માટે જ હું તમને એ કહેવા અહીં આવ્યો છું કે, તમારી ૩૬ વર્ષ જુની માંગણીએઓ મોદી સરકાર પુરી કરશે.

Related posts

લોન ન લેનારને ઘર લેવા સરકાર દોઢ લાખ આપશે

aapnugujarat

સેંસેક્સ ૬૬૫ પોેઈન્ટ ઉછળી બંધ રહ્યો

aapnugujarat

વિશ્વના ૧૫ બેસ્ટ શહેરોમાં ઉદયપુરને મળ્યું ત્રીજુ સ્થાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1