Aapnu Gujarat
શિક્ષણ

સૌરાષ્ટ્ર યુનિ.ના વીસી-પીવીસીનો પદગ્રહણ સમારોહ રાજકીય તમાશો બન્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય રંગમંચ ખાતે આજે ૭ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યે વીસી અને પીવીસીનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. ૧૭માં વાઇસ ચાન્સેલર તરીકે આર.એસ.એસ.ના પાયાના કાર્યકર ડો. નીતિન પેથાણી અને ૧૩માં કુલનાયક તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નજીકના ડો. વિજય દેશાણીએ પદ સંભાળ્યું હતું. આ સમારોહમાં રાજકીય તમાશો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓની ફી ફંડમાંથી સમારોહનો ખર્ચ કરવામાં આવ્યો હોય હોવા છતાં વિદ્યાર્થીઓને ભાષણ અને આમંત્રિતો નેતાઓ, સંતો-મહંતો અને અધિકારીઓ માટે ભોજન સમારંભ યોજાયો હતો.
પદગ્રહણ કર્યા બાદ કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, અધ્યાપકો દ્વારા પીએચડીની બે વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવી તેમાં રાય જેવો પ્રશ્ન પર્વત જેવડો બની જતો હોય છે. વિદ્યાર્થીઓ છે તો યુનિવર્સિટી છે. વિદ્યાર્થીઓની પવિત્રતાને કોઇ અપવિત્ર કરવાનો પ્રયાસ કરશે તો લાલ આંખ કરીશું. પદગ્રહણ સમારોહના ખર્ચ વિશે પૂછતા જણાવ્યું હતું કે, આ સમારંભનો યજમાન છું એટલે આનો જવાબ પછી આપીશ.
નવા કુલપતિ અને કુલનાયકનો પદગ્રહણ સમારોહ રાજકીય નેતાના શપથ સમાન બની રહ્યો હતો. યુનિવર્સિટીના આંતરિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પદગ્રહણમાં ડોમ, લાઇટ, સાઉન્ડ, ડેકોરેશનનો ખર્ચ રૂ. ૫ લાખ થયો છે. જ્યારે રૂ. ૧૦૫ની જમવાની ડિશ રાખવામાં આવી છે. પદગ્રહણ માટે પત્રિકાઓ પણ છપાવવામાં આવી છે. ૭૦૦ આમંત્રીતો માટે ભોજન સમારંભ યોજાયો હતો. અગાઉના વાઇસ ચાન્સેલરોએ ખુબ જ સાદી રીતે કોઇ પણ જાતનો તાશીરો કર્યા વગર પદગ્રહણ કર્યું હોય આ કાર્યક્રમ ભારે ટીકાને પાત્ર બની રહ્યો છે. કોના બાપની દિવાળી સ્વરૂપે કાયમી કુલપતિ- કુલનાયકના પદગ્રહણથી જ લાખો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. તો આગામી સમયમાં યુનિવર્સિટીના તમામ કાર્યક્રમમાં નાણાંની રેલમછેલ થશે તે નક્કી છે.
પદગ્રહણ સમારોહમાં વાઇસ ચાન્સેલર ડો.નિતિન પેથાણી અને પ્રો વાઇસ ચાન્સેલર ડો.વિજય દેશાણીને આશીર્વાદ આપવા માટે આર્ષ વિદ્યામંદિર મુંજકાના અધ્યક્ષ પરમાત્માનંદજી સરસ્વતી, નીમ્બાર્ક પીઠ લીંબડીના મહામંડલેશ્વર લલીતકિશોર શરણજી બાપુ, ભગવદગુરૂ આશ્રમ જૂનાગઢના મહામંડલેશ્વર જગજીવનદાસ બાપુ, રામકૃષ્ણ આશ્રમના રાજકોટના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદજી, ભાગવત વિદ્યાપીઠ સોલાના રામેશ્વરદાસ બાપુ હરીયાણી, ભાગવત કથાકાર જલ્પેશભાઇ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ધોરણ ૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ ૨૮મીએ જાહેર

aapnugujarat

विज्ञान संकाय : २९ मई से प्रवेश की प्रक्रिया शुरु होगी

aapnugujarat

સીબીએસઈ ધોરણ ૧૨નું પરિણામ આજે જાહેર થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1