Aapnu Gujarat
તાજા સમાચારશિક્ષણ

સીબીએસઈ ધોરણ ૧૨નું પરિણામ આજે જાહેર થશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)માં ધોરણ ૧૨નું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. ધોરણ ૧૦નું પરિણામ પણ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવનાર છે. ધોરણ ૧૦નું પરિણામ જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામા ંઆવી શકે છે.
આ વર્ષે સીબીએસઈ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષામાં ૨૮ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ ૧૦ની પરીક્ષામાં ૧૬૩૮૪૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાં ૪૪૫૪ સેન્ટરો પર પરીક્ષા આપી હતી જ્યારે ૭૮ સેન્ટર વિદેશમાં નોંધાયા હતા. ધોરણ ૧૨ માટે ૧૧૮૬૩૦૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
આ વિદ્યાર્થીઓએ ભારતમાં ૪૧૩૮ સેન્ટરો પર પરીક્ષા આપી હતી. ભારતની બહાર ૭૧ સેન્ટર પર પરીક્ષા આપી હતી. સીબીએસઈની વેબસાઈટ ઉપર જઇને પરિણામ જોઇ શકાશે.
અત્રે નોંધનીય છે કે, ધોરણ ૧૨ની પરીક્ષા પાંચમી માર્ચથી ૧૩મી એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. આ વખતે આંકડા દર્શાવે છે કે, વધુ વિદ્યાર્થીઓ દ્વારા સીબીએસઈ કાઉન્સિલિંગની મદદ લેવામાં આવી હતી. દબાણ સંબંધિત પ્રશ્નો કરવામાં આવ્યા હતા. પરિણામને લઇને વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા વધી ગઈ છે. આવતીકાલે સીબીએસઇ દ્વારા ધોરણ-૧૨નું પરિણામ જાહેર કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. સીબીએસઇની વેબસાઇટ પરથી ધોરણ-૧૨ના સીબીએસઇના વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમનું પરિણામ જોઇ શકશે. સીબીએસઇ ધોરણ-૧૨માં દેશભરમાંથી ૧૩.૮૬ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વખતે સીસીટીવી કેમેરા અને અન્ય આધુનિક સાધનો વચ્ચે બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. દેશભરમાં વિદ્યાર્થીઓ પૈકી કોણ બાજી મારે છે તેને લઇને પણ ચર્ચા છે.

Related posts

લોકસભા ચૂંટણીમાં એનડીએને મળશે સૌથી વધારે બેઠક પણ સત્તાથી દૂર : સર્વે

aapnugujarat

બિટકોઈન : દેશભરમાં ૪ થી ૫ લાખ એચએનઆઈને ઈડી નોટિસ મોકલશે

aapnugujarat

સ્મૃતિ ઈરાનીને બદનક્ષીના કેસમાં રાહત, હાઈકોર્ટએ સમન્સ રદ કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1