Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહાન દેશોએ અંતહીન યુદ્ધ ન લડવું જોઇએ,સીમા પર દિવાલ બનશે જ : ટ્રમ્પ

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટ ઓફ ધી યૂનિયન સ્પીચમાં કહ્યું કે, મહાન દેશોએ અંતહીન યુદ્ધ ન લડવું જોઈએ. તેનાથી સ્પષ્ટ થાય છે કે, તેઓ સીરિયા અને અફઘાનિસ્તાનમાં જંગ ચાલુ રાખવાના પક્ષમાં નથી. ટ્રમ્પે તાજેતરમાં જ સીરિયાથી અમેરિકન સેનાને પરત બોલાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ પ્રશાસને અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ટ્રમ્પે કહ્યું કે, આપણે બદલાનું રાજકારણ, પ્રતિરોધ કરવાનું બંધ કરવું પડશે. આપણે સીમાની પાર જઈને સારા કામ, સહયોગ અને સમજૂતી કરવી પડશે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, આપણે એવા માઈગ્રેશનના નિયમ બનાવવા પડશે જેમાં અમેરિકનોને સુરક્ષાની સાથે રોજગારી પણ મળી શકે. ટ્રમ્પે અમીર રાજનેતાઓ અને દાતાઓની નિંદા કરતા કહ્યું કે, તેઓ સીમાઓને ખુલ્લી રાખવાની વાત કરે છે, ત્યારે તેમના પોતાના જીવનની દિવાલો, દરવાજાઓ ગાડ્‌ર્સથી ઘેરાયેલા હોય છે.
ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે, હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસે બતાવી દેવું જોઈએ કે અમેરિકા ગેરકાયદેસર રીતે આવતા લોકો, માનવ તસ્કરી અને ડ્રગ્સનો ધંધો કરનાર લોકોને રોકવા માટે પ્રતિબદ્ધ છે. અમેરિકન રાષ્ટ્રપતિના જણાવ્યા પ્રમાણે, ગઈ વખતે વધારે લોકોએ આ હોલમાં સીમા પર દિવાલ બનાવવા માટે વોટિંગ કર્યું હતું પરંતુ દિવાલ ન બની શકી. હવે અમે આ દિવાલ બનાવીશું. તેમણે એવું પણ કહ્યું કે, છેલ્લાં કેટલાક દશકાઓના કારણે, સરકારની નીતિઓના કારણે દેશના વેપારને ઘણું નુકસાન થયું છે. દેશને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે અમે આ નીતિઓમાં ફેરફાર કરીશું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉન તા. ૨૭ અને ૨૮મી ફેબ્રુઆરીએ વિયેતનામમાં ફરી બેઠક કરશે. વ્હાઇટ હાઉસના ટિ્‌વટર હૅન્ડલ પરથી આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી, જેને અમેરિકાના રાષ્ટ્રપતિના ટિ્‌વટર હૅન્ડલ પરથી રી-ટિ્‌વટ કરવામાં આવી હતી. આ પહેલાં અમેરિકાનું પ્રતિનિધિમંડળ ઉત્તર કોરિયાની રાજધાની પ્યૉંગયાંગ પહોંચશે અને ત્યાંના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે.

Related posts

कमल हासन सितम्बर के अंत तक करेंगे नई पार्टी का ऐलान

aapnugujarat

અયોધ્યા કેસ : જસ્ટિસ બોબડે પરત, ૨૬મીએ સુનાવણી

aapnugujarat

અદાણી, મોંઘવારી સહિત ૯ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચાની સોનિયાની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1