Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશમાં આતંકી ઘટનાઓમાં ધરખમ ઘટાડો થયો

કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી આતંકી હુમલા ઓછા થયા છે.ગૃહ મંત્રાલયનાં આંકડા મુજબ ૨૦૧૪માં ૩ આતંકી હુમલા થયા. જો કે ત્યારબાદ ૨૦૧૮માં માત્ર એક જ આતંકી હુમલો થયો છે. ૨૦૧૫-૧૬માં માત્ર એક-એક હુમલા કરાયા. જો કે ૨૦૧૭માં એક પણ આતંકી હુમલો નથી થયો. આતંકી હુમલામાં કુલ ૧૧ નાગરીકોનાં મોત થયા હતાં જેમાંથી ૧૧ સુરક્ષા જવાનો શહિદ થયા હતાં. જ્યારે સૈન્યએ ૭ આતંકિઓને ઠાર કર્યા હતાં.
નકસલ પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો પાછલા ૫ વર્ષમાં હિંસક ઘટનાઓમાં ઘટાડો આવ્યો છે. પાછલા પાંચ વર્ષોમાં કુલ ૪,૯૬૯ નકસલી હુમલા થયા છે. ૨૦૧૪માં ૧૦૯૧ નક્સલી હુમલા અને ૨૦૧૮માં ૮૩૩ નકસલી હુમલા થયા છે. ૨૦૧૫માં ૧૦૮૯, ૨૦૧૬માં ૧૦૪૮ અને ૨૦૧૭માં ૯૦૮ નકસલી ઘટના સામે આવી છે.
નકસલી હુમલા દરમિયાન પાછલા પાંચ વર્ષોમાં નાગરીકોનાં મોતનો આંક્ડો ઘટ્યો છે. ત્યારબાદ નકસલીઓ વિરૂદ્ધ ચલાવાયેલા ઓપરેશન દરમિયાન દર વર્ષે વધારેમાં વધારે નકસલીઓ ઠાર કરાયા. ૨૦૧૪માં ૬૩ નક્સલી માર્યા ગયા હતાં. જો કે ૨૦૧૮માં ૨૨૫ નકસલીઓ ઠાર મરાયા.
પૂર્વોત્તર રાજ્યોમાં પણ હિંસક ઘટનાઓ ઓછી થઈ છે. ૨૦૧૪માં ૮૨૪ હિંસક ઘટનાઓ બની હતી. ૨૦૧૮માં ૨૫૨ હિંસક ઘટના બની. છેલ્લા પાંચ વર્ષોમાં ૧૦૯ સુરક્ષા જવાનો શહિદ થયા છે. સૈન્યએ ૫૦૮ ઉગ્રવાદિઓને મારી નાંખ્યા.
ગૃહ મંત્રાલયનાં આંકડા પ્રમાણે,જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં સતત વધારો થયો છે. ૨૦૧૪માં ૨૨૨ આતંકી હુમલા થયા, તો ૨૦૧૮માં ૬૧૪ આતંકિ હુમલા થયા. ૨૦૧૫માં ૨૦૮, ૨૦૧૬માં ૩૨૨, ૨૦૧૭માં ૩૪૨ આતંકિ ઘટના બની. પાછલા પાંચ વર્ષોમાં કુલ ૮૩૮ આતંકીને ઠાર મરાયા. જ્યારે ૩૩૯ સુરક્ષાજવાનો શહિદ થયાં. કુલ ૧૩૮ નાગરિકોનાં મોત થયા હતાં. કેન્દ્રિય ગૃહરાજ્ય પ્રધાન હંસરાજ આહિરે જણાંવ્યું કે દેશમાં થતી આતંકી ઘટનાઓને અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરની સુરક્ષા એજન્સીઓ વચ્ચે ગહન સમન્વય છે.

Related posts

अमरनाथ यात्रा : २९००० से ज्यादा लोगों ने दर्शन किए

aapnugujarat

कर्नाटक में उपचुनाव टालने को राजी हुआ चुनाव आयोग

aapnugujarat

BSNL में छाया सैलरी संकट, इस बार कर्मचारियों को समय पर नहीं मिलेगा वेतन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1