Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાનમાં બંપર ઉત્પાદન છતાંય ડુંગળી ગુજરાતમાંથી

રાજસ્થાનમાં ડુંગળીના બંપર ઉત્પાદન છતાં મંડીઓમાં ગુજરાતમાંથી જ ડુંગળીનો જથ્થો પહોંચી રહ્યો છે. રાજસ્થાનમાં ડુંગળીના સારા ભાવ હાલમાં મળી રહ્યા નથી. જેના કારણે ખેડુત સમુદાયમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ ડુંગળીનુ બંપર ઉત્પાદન થયુ છે. જેથી ગુજરાતમાંથી ડુંગળી લાવીને પ્રતિ કિલો એક-બે રૂપિયાના ભાવે ડુંગળી વેચવામાં આવે છે. અલવર મંડીમાં ગુજરાતના ભાવનગર અને અને મહુવા વિસ્તારમાંથી ડુંગળીનો જથ્થો પહોંચી રહ્યો છે. ગુજરાતના આ વિસ્તારોમાંથી ૧૦૦ ટન ડુુંંગળીનો જથ્થો દરરોજ પહોંચી રહ્યો છે. ડુંગળીને અલવર મંડીમાં લાવવા માટેનો ખર્ચ પ્રતિ કિલો ત્રણથી ચાર રૂપિયા થઇ રહ્યો છે. આ જ ડુંગળી રિટેલ માર્કેટમાં પ્રતિ કિલો ૧૦-૧૨ રૂપિયામાં વેચાય છે. અલવર જિલ્લામાં પણ ડુંગળીનુ પાક જોરદાર હોવા છતાં ગુજરાતમાંથી ડુંગળીનો જથ્થો પહોંચતા ખેડુતો હેરાન થયેલા છે. ખેડુતોના કહેવા મુજબ એક વીધા ડુંગળીના પાક માટે ૧૬૦૦૦ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ગુજરાતમાંથી મોટા પાયે જથ્થો પહોંચતા ખેડુતો આગામી દિવસોમાં આને લઇને મેદાનમાં આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. હાલમાં દેશના જુદા જુદા રાજ્યોમાં ખેડુતોને પ્રોત્સાહન આપવા મંટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ખેડુતોનુ કહેવુ છે કે મંડીમાં અન્ય કેટલીક સમસ્યા પણ પ્રવર્તી રહી છે. ડુંગળીના ખોદકામ માટે બેથી અઢી રૂપિયા પ્રતિ કિલો આપવાની જરૂર પડે છે. આવી સ્થિતીમાં રાજસ્થાનમાં ભારે હાલત કફોડી બનેલી છે. રાજસ્થાનમાં બંપર ઉત્પાદન છતાં ગુજરાતમાંથી ડુંગળીનો જથ્થો પહોંચી રહ્યો છે. આને લઇને રાજકીય આક્ષેપબાજીનો દોર શરૂ થઇ ગયો છે. રાજસ્થાનમાં હાલમાં સત્તામાં આવેલી કોંગ્રેસ સરકાર તરફથી આ સંબંધમાં કોઇ વાત કરવામાં આવી નથી.

Related posts

सरकार पाक. में आतंकवादी अड्डों को ध्वस्त करे : विहिप

aapnugujarat

प. बंगाल: अदालत ने शशि थरूर के खिलाफ जारी किया गिरफ्तारी वारंट

aapnugujarat

દુનિયામાં સૌથી બેશરમ કોઈ હોય, તો ભારતના મુસલમાન : મુસા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1