હિઝબુલ મુજાહિદીનનાં પૂર્વ કમાન્ડર અને હવે અલકાયદાનાં આતંકી ઝાકિર મૂસાએ કહ્યું કે દુનિયાનાં સૌથી વધારે શરમ વગરનાં લોકો કોઈ હોય તો તે છે, ભારતમાં રહેતા મુસલમાનો. મૂસાએ સોમવારે એક ઑડિયો રેકૉર્ડિંગ જાહેર કર્યું હતું અને આ નિવેદન મૂસાએ આ ઑડિયો દ્વારા આપ્યું હતું. જમ્મુ-કાશ્મિરનાં બે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમર્થન કર્યું છે કે આ અવાજ મૂસાનો જ છે. મૂસાએ ટેલિગ્રામ અને વૉટ્સએપ ગ્રુપમાં પોતાની ઑડિયો ક્લિપ શેર કરી છે.ઑડિયોમાં તેણે કહ્યું કે આ લડાઈ ફક્ત કાશ્મિરની જ નહીં પણ આ તો ઈસ્લામ અને કાફિરો વચ્ચેની લડાઈ છે.ભારતીય મુસલમાનોને ઉશ્કેરવા માટે મૂસાએ મુસ્લિમો સાથે દેશમાં ઘટતી ઘટનાઓની મદદ લીધી છે. તેણે ઑડિયો ક્લિપમાં બિજનોર જતી ચાલું ટ્રેનમાં એક મુસ્લિમ સ્ત્રી સાથે પોલીસ દ્વારા ગુજારેલ બળાત્કાર તેમજ ગૌરક્ષકો દ્વારા મુસલમાનોને માર મારવાના અહેવાલ આપ્યા છે.
ઑડિયો ક્લિપમાં મૂસાએ બળાત્કાર પીડિતાને સંબોધિને કહ્યું, બહેન, હું ખૂબ દુખી છું કે અમે તમારા માટે કંઈ કરી ના શક્યા.ભારતીય મુસ્લિમોને ઉશ્કેરવા મૂસાએ કહ્યું કે, તમે લોકો દુનિયાનાં સૌથી મોટા બેશરમ મુસલમાન છો. પોતાને મુસ્લિમ કહેતા તમને તમારા પર શરમ આવવી જોઈએ. આપણી બહેનોની ઈજ્જત લૂંટવામાં આવે છે અને છતા પણ ભારતના મુસ્લિમો કહે છે કે ઈસ્લામ ધર્મ શાંતિપ્રિય ધર્મ છે.મૂસાએ ઐતિહાસીક ઈસ્લામી યુદ્ધ જંગ-એ-બદરને યાદ કરતા કહ્યું કે, તે લોકો ૩૧૩ જ હતા છતા પણ તેમણે દુનિયા પર રાજ કર્યું. આપણે કરોડોની સંખ્યામાં છીએ છતા પણ ગુલામ છીએ. ભારતીય મુસ્લિમોને ચેતવણી આપતા મૂસાએ કહ્યું,તમારા લોકોની પાસે હજુ પણ સમય છે, અમારી સાથે જોડાઈ જાઓ. આગળ વધો અથવા બહું મોડું થઈ જશે. ગૌરક્ષકોને ઈસ્લામ અને મુસ્લિમ સમાજની તાકાત બતાવી દો.