કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદીન આતંકવાદી સબજાર ભટના માર્યા ગયા બાદ ઘાટીમાં અશાંતિની વચ્ચે સેનામાં જૂનિયર કમિશન અધિકારી અને અન્ય પદો પર પસંદગી માટે આજે આશરે ૮૦૦ કાશ્મીરી યુવા સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં બેઠા.હકીકતમાં સબજાર ભટના માર્યા ગયા બાદ અલગાવવાદીઓએ રવિવારે અને સોમવારે બંધની જાહેરાત કરી હતી. પરીક્ષામાં સામેલ થઇને યુવાઓએ દેખાડી દીધું કે એમનો રસ્તો અલગાવવાદીઓના રસ્તાથી અલગ છે અને એ લોકા એમના રસ્તે નહીં જાય.સેનાના એક અધિકારીએ જણાવ્યું કે વિવિધ જૂથોના બંધની જાહેરાતની ચિંતા કર્યા વગર ૭૯૯ ઉમેદવારો પટ્ટન અને શ્રીનગરમાં રવિવારે થયેલી સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં બેઠા. એમણે કહ્યું કે ૮૧૫ ઉમેદવારોમાંથી શારીરિક અને ચિકિત્સા પરીક્ષા પાસ કરનારા ૧૬ ઉમેદવારોએ લિખિત પરીક્ષા આપી નથી.અધિકારીએ કહ્યું, ‘આ ઉજવળ ભવિષ્ય માટે બંધની અપીલોને સ્પષ્ટ રીતે નકારી દેવી છે.’ સુરક્ષાદળો સાથે અથડામણમાં હિઝ્બુલ મુઝાહિદીન કમાન્ડર ભટના માર્યા ગયા બાદ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બનાવી રાખવા માટે ઘાટીના કેટલાક ભાગમાં પ્રશાસનએ આજ કર્ફ્યૂ જેવી પાબંધી લગાવી છે.ખાસ કરીને શ્રીનગરના નૌહટ્ટા, રેનવાડી, ખાનયાર, એમ.આર.ગંજ. સફા કદલ અને મૈસૂમામાં કર્ફ્યૂ લગાવ્યો છે. તેમ છતાં મોટી સંખ્યામાં યુવાઓ પરીક્ષા આપવા પહોંચ્યાં છે. ઉત્તર કાશ્મીરના ગાંદરબલ, બડગામ, બાંદીપોર અને કુપવાડામાં ધારા ૧૪૪ લગાવવામાં આવી છે જ્યાપે દક્ષિણ કાશ્મીરના અનંતબાગ, કુલગામ, પુલવામાં અને શોપિયામાંપણ સુરક્ષાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.