Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોર્પોરેટ લોબિંગને પ્રોત્સાહન આપતું નીતિ આયોગ બદલો : મજદૂર સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી સંસ્થા ભારતીય મઝદૂર સંઘએ નીતિ આયોગમાં ફેરફાર કરવાની માગણી કરી છે અને આક્ષેપ કર્યો છે કે આયોગ દેશમાં કોર્પોરેટ લોબિઈંગના એજન્ડાને જ આગળ ધપાવી રહ્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં કાનપુરમાં બીએમએસની કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં આ માગણી કરાઈ હતી.બીએમએસના મધ્ય વિભાગના સંગઠન મંત્રી પવનકુમારે કહ્યું હતું કે નીતિ આયોગ દેશમાં આડેધડ આર્થિક સુધારા અમલી બનાવી રહ્યું છે. તે ગેરમાર્ગે દોરનારું અને દિશાવિહીન કામ કરી રહ્યું છે. તેમાં સામાન્ય માણસની ચિંતા જોવા જ નથી મળતી. તે માત્ર શક્તિશાળી કોર્પોરેટ લોબી માટે જ કામ કરી રહ્યું છે.તેમણે કહ્યું કે નીતિ આયોગને કારણે આ સરકારે શ્રમ કાયદામાં સુધારાની દરખાસ્તો કરી જેને કારણે સરકાર શ્રમિકો વિરોધી હોવાની ઈમેજ ઊભી થઈ છે.
તેમણે કહ્યું કે બીએમએસ આ મુદ્દે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે અને વડાપ્રધાનને પણ રજૂઆત કરશે અને તેમને નીતિ આયોગમાં મોટાપાયે ફેરફાર કરવાની અપીલ કરશે. શ્રમ અને રોજગાર અંગેના સરકારના શ્રમ વિરોધી એક્શન પ્લાન ડોક્યૂમેન્ટને પણ બીએમએસ નકારશે. તેમણે દાવો કર્યો કે જો વડાપ્રધાન અમારી વાત નહીં સાંભળે અને અમારી માગમી નહીં સ્વીકારે તો બીએમએસ નવેમ્બરમાં સંસદને ઘેરાવો કરશે અને સરકારની મુશ્કેલી વધારી દેશે.સરકારી કંપનીઓનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની મોદી સરકારની નીતિનો પણ મઝદૂર સંઘે વિરોધ કર્યો છે. તેનાથી દેશનું અર્થતંત્ર નબળું પડશે તેવો દાવો તેમણે કર્યો હતો. પીએસયુ કંપનીઓ સરકારની આવકમાં ૨૦ ટકા યોગદાન આપે છે. નફો કરતી કંપનીઓમાં હિસ્સો વેચી દેવાનો મતલબ સોનું વેચીને પિકનિક કરવા જેવું છે.ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ૧ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ કેન્દ્રીય કેબિનેટમાં એક ઠરાવ કરીને નીતિ(નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા) આયોગની રચના કરી હતી. તે સરકારની નીતિગત થિંક ટેન્ક છે.

Related posts

હવે મેડિકલ સેટલમેન્ટ થશે ફટાફટ

aapnugujarat

पेट्रोलियम उत्पादों पर कर जीएसटी परिषद तय करेगा

aapnugujarat

અહેમદ પટેલની જીત છતાં અમિત શાહનું મિશન જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1