Aapnu Gujarat
રમતગમત

આઈસીસીએ બેટ્‌સમેનોને આપી ચેતવણી – સ્ટંપ પાછળ ધોની હોય તો, ક્રીઝ ક્યારે ન છોડો

એમ એસ ધોનીને દુનિયાનો સૌથી મોટો મેચ ફિનિશર કહેવામાં આવે છે, પરંતુ સાથે વિકેટની પાછળ તેમની ચાલાકી અને વિજળી જેવી ગતીના પણ લોકો કાયલ છે. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પાંચમી વન ડેમાં પણ કઈંક આવું જોવા મળ્યું છે.
ધોનીએ કીવી બેટ્‌સમેન જિમી નીશમને જબરદસ્ત અંદાજમાં રન આઉટ કર્યો, ત્યારબાદ ટીમ ઈન્ડીયાની જીત પર મોંહર લાગી ગઈ અને તેણે વન ડે સિરીઝ ૪-૧થી પોતાના નામે કરી. ધોની તરફથી કરવામાં આવેલા આ રન આઉટને આઈસીસીએ પણ સલામ કર્યું છે, અને તેણે ટ્‌વીટ કરી દુનિયાભરના બેટ્‌સમેનોને ચેતવણી આપી છે. આઈસીસીએ પોતાના ટ્‌વીટમાં લખ્યું, જ્યારે ધોની વિકેટની પાછળ ઉભો હોય ત્યારે ક્યારે પણ પોતાની ક્રિઝ ના છોડો.ધોનીએ રન આઉટનું પરાક્રમ ન્યુઝિલેન્ડની પારીમાં ૩૭મી ઓવરમાં કર્યું.
તમને જણાવી દઈએ કે, કેદાર જાદવની બોલિંગમાં નીશમ અક્રોસ ધ લાઈન શોટ રમવા ગયો, પરંતુ બોલ મિસ કરી ગયો અને બોલ પેડ સાથે ટકરાયો. ત્યારબાદ તેની વિરુદ્ધ જબરદસ્ત અપીલ થઈ. અમ્પાયરે નીશમને નોટ આઉટ આપ્યો. અમ્પાયરને જોતા નીશમ આ સમયે ક્રીઝની બહાર આવી ગયો, પરંતુ ધોનીની નજર તો બોલ પર જ હતી.તેણે જેવો નીશમને બહાર જતો જોયો. ઝપટમારી બોલ સ્ટંપ પર મારી દીધો અને આ રીતે અમ્પાયરને રન આઉટ આપવો પડ્યો. નીસમ ૩૨ બોલમાં ૪૪ રન બનાવી રન આઉટ થઈ ગયો પરંતુ જે અંદાજમાં ધોનીએ વિકેટની પાછળ કામ કર્યું. તે જોઈ બધા જ આશ્ચર્યમાં પડી ગયા.કીવી ટીમ આ મેચ ૩૫ રનથી હારી. આ પહેલા ટીમ ઈન્ડીયાએ આ મેચમાં પહેલા બેટીંગ કરી કીવી ટીમને ૨૫૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે આ મેચને જીતવાની સાથે આ સીરિઝ પર ૪-૧થી કબજો કરી લીધો.

Related posts

ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન : સિંધુ, શ્રીકાંતનો પહેલા રાઉન્ડમાં વિજય

aapnugujarat

खिलाड़ियों को आईपीएल में नहीं खेलने के लिए कहना कठिन : सिल्वरवुड

editor

अश्विन, कुलदीप के लिए पिछले आस्ट्रेलियाई दौरे का अनुभव अहम

editor

Leave a Comment

UA-96247877-1