Aapnu Gujarat
ગુજરાત

ગાંધીજીના અપમાન બદલ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ઉત્તરપ્રદેશમાં ગાંધીજીની પૂણ્યતિથિ નિમિત્તે જ તેમના પુતળા પર હિન્દુ મહાસભાની નેતા પૂજા શકુન પાંડેએ નકલી બંદુકથી ગોળીબાર કર્યો હતો. જેને લઇને ગુજરાત સહિત દેશભરમાં રાજકારણ ગરમાયું હતું. હિન્દુ મહાસભાના આ રાષ્ટ્રવિરોધી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હળહળતા અપમાન બદલ ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે શહેરના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ ખાતે ઉગ્ર ધરણાં અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અમ્યુકો વિપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, સ્થાનિક ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, હિમંતસિંહ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, અમ્યુકો વિપક્ષના નેતા દિનેશ શર્મા, પંકજ શાહ સહિતના આગેવાનો ધરણાં પર બેસી ગયા હતા અને રામધૂન બોલાવી હતી. કોંગ્રેસે હિન્દુ મહાસભાની ઉપરોકત ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી તેની ઘોર નિંદા કરી હતી. ઉત્તરપ્રદેશમાં ગાંધીજીની પૂણ્યતિથિ નિમિત્તે જ તેમના પુતળા પર હિન્દુ મહાસભાની નેતા પૂજા શકુન પાંડે દ્વારા નકલી બંદુકથી ગોળીબાર કરવાના ચકચારભર્યા પ્રકરણમાં આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ શહેરના પોલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ ખાતે વહેલી સવારે દસ વાગ્યાથી બપોરે ૧૨-૩૦થી એક વાગ્યા સુધી ધરણાં અને વિરોધ પ્રદર્શન પર બેઠા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અમ્યુકો વિપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, સ્થાનિક ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, હિમંતસિંહ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, અમ્યુકો વિપક્ષના નેતા દિનેશ શર્મા, પંકજ શાહ સહિતના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આ ધરણાંના કાર્યક્રમમાં જોડાયા હતા. કોંગ્રેસના નેતાઓની સાથે સાથે સંકડો કાર્યકરોએ પણ ધરણાં અને વિરોધના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ હિન્દુ મહાસભાના ઉપરોકત કૃત્યને રાષ્ટ્રવિરોધી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હળાહળ અપમાન સમાન ગણાવ્યું હતું. કોંગ્રેસે આવા રાષ્ટ્રવિરોધી કૃત્યની ઘોર નિંદા કરી તેને આકરા શબ્દોમાં વખોડી કાઢયું હતું. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ધરણાં અને સૂત્રોચ્ચારના કાર્યક્રમની સાથે સાથે રામધૂન પણ બોલાવી અનોખો વિરોધ વ્યકત કર્યો હતો. કોંગ્રેસે આઝાદ હિન્દુસ્તાનમાં આ પ્રકારના રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા આચરાયેલા આ પ્રકારના કૃત્યોને કોઇપણ પ્રકારે સાંખી નહી લેવાય તેવી સાફ ચીમકી ઉચ્ચારી હતી. રાષ્ટ્રવિરોધી આવા તત્વોના કૃત્યોને લઇ દેશના જનમાનસ પણ ઘેરા પ્રત્યાઘાત પડયા હોવાનું કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું.

Related posts

વડોદરા : અજાણ્યા વાહનની ટક્કરે કાર ડિવાઈડરમાં ભટકાઈ, દંપતિનું મોત

aapnugujarat

ગુજરાત માહિતી આયોગમાં ખાલી જગ્યા ભરવા માટે રિટ

aapnugujarat

છેલ્લા 2 વર્ષમાં વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાયું જાણો ત્રણ વર્ષમાં પેટ્રોલ સહીત કઈ ચીજોમાં જોવા મળી મોંઘવારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1