Aapnu Gujarat
ગુજરાત

જીએસટી રિટર્નમાં હવે ભૂલ સુધારી શકાશે, પેનલ્ટી નહીં

જીએસટીઆર -૧અને ૩બી રિટર્નમાં ભૂલ થઈ હશે તો હવે વેપારીઓ સુધારા કરી શકાશે. જીએસટી લાગુ થયા બાદ દર મહિને ભરવાના થતા જીએસટીઆર -૧અને ૩બી રિટર્નમાં અત્યાર સુધી સુધારો કરી શકાતો ન હતો પરંતુ આજથી આ બંને રિટર્નમાં સુધારો કરવાની જોગવાઈ કરવામાં આવતા વેપારીઓને રાહત મળી છે. જીએસટી સત્તાધીશોના હકારાત્મક અભિગમને પગલે વેપારીઆલમમાં ભારે રાહતની લાગણી ફેલાઇ છે. કોઈપણ વેપારી જીએસટીઆર -૧અને ૩બી રિટર્ન ભરવામાં નાની સરખી ભૂલ કરે તો પણ વેપારી માટે તેમાં સુધારો કરવાની કોઈ જોગવાઈ ન હતી, જેના કારણે સાવ સામાન્ય ગણાતી નાની સરખી આંકડાકીય ભૂલપણ જો વેપારી રિટર્ન ભરવામાં કરે તો તેમાં સુધારો નહીં થઈ શકવાના કારણે વેપારીને રિફન્ડ લેતી વખતે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
છેલ્લા કેટલાય સમયથી આ સુધારો કરી આપવા માટે વેપારીઓની માગ હતી. જીએસટી કાઉન્સિલ અને કેન્દ્રીય નાણાં પ્રધાનને આ મુદ્દે ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા લેખિત રજૂઆતો પણ કરવામાં આવી હતી જેમાં હવે આજથી અમલી બને તેવી રીતે સુધારો કરવામાં આવ્યો છે, જેને કારણે વર્ષ ૨૦૧૭ -૧૮માં વેપારીઓએ ભરેલા રિટર્નમાં હવે આગામી તા.૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં કરેલી ભૂલના સુધારા વેપારી જીએસટીઆર -૧અને ૩બી રિટર્ન કરી શકશે. રિટર્ન ભર્યા બાદ તેમાં સુધારા કરવાની જોગવાઈ ન હતી. તેને કારણે વેપારીઓને પાંચ હજાર રૂપિયા સુધીની પેનલ્ટી વિભાગ દ્વારા ફટકારવામાં આવતી હતી હવે વેપારીઓને આ પેનલ્ટીની રકમ ભરવાથી મુક્તિ મળશે. જીએસટી સત્તાધીશોના આ નવા સુધારેલા નિર્ણયને પગલે વેપારીઆલમમાં ભારે રાહતની લાગણી જોવા મળી રહી છે.

Related posts

કાંકરેજની ખારીયા કેનાલમાંથી લાશ મળી

aapnugujarat

બ્યુટી એન્ડ સલુન ૨૦૧૭ એવોર્ડ જીતતાં વિષ્ણુ લિમ્બાચિયા

aapnugujarat

જાસપુરના CRPF જવાનની અંતિમયાત્રા

editor

Leave a Comment

UA-96247877-1