Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદના ઝીકા વાયરસ કેસ મામલે : સૌ પ્રથમ વખત માર્ચ માસમાં સંસદમાં માહિતી અપાઈ હતી

અમદાવાદ શહેરમાં ગત નવેંબર મહિનામાં દેખા દીધેલા ઝીકા વાયરસના કેસની વિગતો ખુલતાની સાથે જ રાજય સરકાર સહીત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ બચાવની મુદ્રામાં આવી ગયા છે.પરંતુ આ મામલે ૧૭ માર્ચ-૨૦૧૭ના દિવસે સંસદની બેઠકમાં કેન્દ્રીય મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.આ અંગે મળતી માહિતી અનુસાર,૧૭ માર્ચના રોજ તમિલનાડુની તિરૂવન્નામલાઈ બેઠક ઉપરથી ચૂંટાઈને આવેલા એઆઈડીએમકેના મહિલા સાંસદ આર.વનારોજ દ્વારા દેશના વિવિધ રાજયોમાં ઝીકા વાયરસને લગતા કેટલા કેસો નોંધાયા છે.આ વિશે જાણવા માંગ્યુ હતુ.જેના જવાબમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી અનુપ્રિયા પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં અમદાવાદ શહેરમાં નોંધાયેલા ઝીકા વાયરસના કેસોનો પણ સમાવેશ થતો હતો.અમદાવાદના બાપુનગર વિસ્તારની એક ૩૪ વર્ષની મહિલાને પ્રસુતિ માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલી.જે દરમિયાન તેણીને તાવ આવતા ૧૪ નવેં.ના રોજ તેનું લોહીનું સેમ્પલ લઈ પુણે ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવતા સેમ્પલમાં ઝીકા વાયરસ હોવાનું જણાયું હતુ.આ સાથે જ ૬થી ૧૨ જાન્યુઆરી દરમિયાન લેવામાં આવેલા ૧૧૧ લોહીના નમુના પૈકી ૨૨ વર્ષની એક સગર્ભા મહિલાના સેમ્પલમાં પણ આ પ્રકારનો વાયરસ જોવા મળ્યો હતો.તેણે સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.બીજી તરફ અમદાવાદ શહેરમાં તાવ અંગેના એકયુટ ફેબ્રાઈલ ઈલનેસનું સર્વેક્ષણ ૧૦ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે સમયે કુલ ૯૩ લોહીના નમુના લેવામાં આવ્યા હતા.જે સમયે પણ એક ૬૪ વર્ષના પુરૂષના સેમ્પલમાં ઝીકાના વાયરસ જોવા મળ્યા હતા.તંત્રનો દાવો છે કે,૭ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી-૧૭ સુધીમાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ખાસ સર્વેલન્સની કામગીરી ૨૦ ટીમો બનાવીને કરવામાં આવી હતી.જે સમયે પાંચ દિવસના સર્વેમાં ૨૫,૦૦૦ થી વધુ ઘરો અને ૧.૨૫ લાખ લોકોને આવરી લેવામાં આવ્યા હતા.કુલ ૯૪ નમુના લઈ પુણેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા જે પૈકી એક પણમાં ડેન્ગ્યુ,ચિકનગુનીયા કે ઝીકાનો વાયરસ જોવા મળ્યો નથી.સવાલ એ છે કે,નવેંબરમાં અમદાવાદમાં ઝીકા વાયરસના ત્રણ કેસ નોંધાય છે.માર્ચ માસમાં સંસદમાં જવાબ આપવામાં આવે છે ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થા પણ રિપોર્ટ આપે છે.તેવા સમયે આ આખીય વિગત સાત મહિનાથી છુપાવીને રાખવામાં આવે છે.

Related posts

નડીઆદ ખાતે રાજયવ્યાપી એકતા યાત્રાનું સમાપન

aapnugujarat

નર્મદા યોજના પર કોંગ્રેસ સંકટને ભાજપે દૂર કર્યા છે : ભરત પંડ્યા

aapnugujarat

નોટબંધીની અસરમાં મંદ પડ્યું ગુજરાતનું અર્થતંત્ર, આવકવેરા ખાતું તેના ટાર્ગેટને સિદ્ધ કરવામાં નિષ્ફળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1