Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી પીએમ નહીં હોય તો અમે સમર્થન આપીશું : શિવસેના

ભાજપ સાથે રહીને પણ ભાજપ સામે બાંયો ચઢાવનાર શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયા છે. એક તરફ એકલા હાથે ચૂંટણી લડવાના મૂડમાં દેખાતા ઉધ્ધવ ઠાકરે પર તેમની જ પાર્ટીના સાંસદોએ લોકસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન કરવા દબાણ વધાર્યુ છે.
એવુ કહેવાય છે કે શિવસેનાના ૧૮ સાંસદો પૈકી એક મોટુ જૂથ અને મહારાષ્ટ્ર સરકારના શિવસેનાના ચાર મંત્રી ગઠબંધનની તરફેણમાં છે. જોકે એક ચેનલ સાથેની વાતચીતમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ભાજપ સાથે જોડાણની વાતને રદિયો આપતા કહ્યુ હતુ કે લોકસભામાં કોઈ પાર્ટીને બહુમતિ મળે તેમ લાગતુ નથી. આ સંજોગોમાં ભાજપ તરફથી જો નીતિન ગડકરી પીએમ પદના ઉમેદવાર હશે તો શિવસેના સમર્થન કરશે. ભાજપ માત્ર પોતાના માટે વિચારે છે અને અમે પણ પોતાના માટે વિચારી રહ્યા છે.ભાજપ શાસિત મહારાષ્ટ્ર સરકારે શિવસેનાના સ્વર્ગસ્થ સ્થાપક બાલ ઠાકરેના સ્મારક નિર્માણ માટે ૧૦૦ કરોડ રૂપિયાના બજેટને મંગળવારે મંજૂરી આપી દીધી છે. રાજ્યના મંત્રીમંડળે સ્મારકના નિર્માણ માટે ભંડોળને મંજૂર કરવાનો નિર્ણય ઠાકરેની જયંતિની પૂર્વસંધ્યાએ લીધો છે. શિવસેનાએ ભાજપ સરકારના આ પગલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે રાજ્ય સરકારના નિર્ણયથી ખુશ છીએ પરંતુ સરકારના આ નિર્ણયથી આગામી ચૂંટણી માટે બંને પાર્ટીઓની વચ્ચે ગઠબંધનની શક્યતાને કોઇ લેવા-દેવા નથી.બીએમસી બુધવારના રોજ સ્મારકના નિર્માણ માટે ભૂમિનો કબજો ટ્રસ્ટને સોંપશે. મંત્રીમંડળની બેઠક બાદ નાણામંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું કે ભાજપ અને તેમના સહયોગી દળ શિવસેનાની વચ્ચે મધુર સંબંધ છે અને રહેશે. કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં બીજેપીની સહયોગી શિવસેના અવારનવાર બંને સરકારોની ટીકા કરતી રહે છે. ગત વર્ષે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આગામી ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી હતી. રાજકીય તજજ્ઞો ભાજપ સરકારની આ પહેલને શિવસેના સાથેના સંબંધ સુધારવાના પ્રયાસ ગણી રહ્યાં છે.

Related posts

અમરનાથ યાત્રા પર જતા પહેલા ડોક્ટર દ્વારા ચેકઅપ કરાવવું જરૂરી

aapnugujarat

કોચિન શીપયાર્ડમાં પ્રચંડ બ્લાસ્ટ : પાંચનાં મોત

aapnugujarat

ભવિષ્યની પસંદગી માટે મત આપવા પ્રિયંકાનો અનુરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1