Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચારરાષ્ટ્રીય

ભવિષ્યની પસંદગી માટે મત આપવા પ્રિયંકાનો અનુરોધ

કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના પ્રભારી બન્યા બાદ પ્રિયંકા ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતમાં પોતાની પ્રથમ રેલી યોજી હતી જેમાં પ્રિયંકાએ ૧૦ મિનિટના પોતાના સંતુલિત ભાષણમાં ખુબ જ સંવેદનશીલ મુદ્દા ઉપર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે લોકો મોટી મોટી વાત કરે છે તેમને પુછવાની જરૂર છે કે, જે ૧૫ લાખ રૂપિયા આપના ખાતામાં આવવાના હતા તે ક્યાં છે. બે કરોડ નોકરીની વાત કરવામાં આવી હતી તે ક્યાં છે. આવનાર બે મહિનામાં બિનજરૂરી મુદ્દા ઉઠાવવામાં આવશે. ચૂંટણી મારફતે ભવિષ્ય નક્કી થનાર છે જેથી જાગરુક બનવાની બાબત દેશભક્તિ છે. અડાલજ ત્રિમંદિર ખાતેની વિશાળ જાહેરસભાને સંબોધન કરતાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે ટૂંકુ, મર્યાદિત પરંતુ બહુ મહત્વની વાત કરતાં ગુજરાતની પ્રજાને તમારો મત એ એક જોરદાર હથિયાર છે અને ચૂંટણીમાં તેનો જાગૃતતા સાથે ઉપયોગ કરવા હાકલ કરી હતી. તમે જાગૃત બનો તેનાથી બીજી કોઇ મોટી દેશભકિત નથી. પહેલી વખત ગુજરાત આવેલી પ્રિયંકા ગાંધીએ લાખોની વિશાળ જનમેદનીને સંબોધતાં વધુમાં જણાવ્યું હતું કે, તમારી પાસે મતદાનનું જે હથિયાર છે, તેનાથી કોઇને નુકસાન કે ઇજા નથી પહોંચાડવાનું પરંતુ તે તમને પોતાને મજબૂત બનાવશે. આ ચૂંટણી તમારૂં ભવિષ્ય નિર્માણ કરશે. આ ચૂંટણીમાં નકામા મુદ્દા ન ઉઠાવવા જોઇએ પરંતુ વાસ્તવિક મુદ્દાઓ જેવા કે બેરાજગોરી, મહિલાઓની સુરક્ષા, ખેડૂતો સહિતના મુદ્દા આજના મુદ્દા ઉઠાવવાની જરૂર છે. પ્રિયંકા ગાંધીએ ગુજરાતની જનતાને ભારે જાગૃતતા દાખવવાની સાથે સાથે આગામી ચૂંટણીમાં ભારે સૂઝબૂઝ સાથે તેમના મતાધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતાં જણાવ્યું કે, તમારે બહુ જ ગંભીરતાપૂર્વક અને ઉંડાણપૂર્વક વિચારીને મતદાન કરવું પડશે અને જે લોકો મોટી મોટી વાતો કરે છે, તેમનાથી ચેતવું પડશે. આવા લોકોએ તમને ગુમરાહ કરી બે કરોડ રોજગારી આપવાની, પંદર લાખ રૂપિયા તમારા ખાતામાં આપવાની વાતો કરી તમને ગુમરાહ કર્યા છે. તમને જે લોકોએ લોભામણા વચનો આપ્યા હતા તેમને સવાલો પૂછો. આવનારા બે મહિનામાં તમારી સામે અનેક મુદ્દાઓ ઉછાળાશે પરંતુ તમારે ભારે જાગૃતતા અને સાવધાનીથી નિર્ણય લેવો પડશે. તમારી દેશભકિત એ તમારી જાગૃતતા છે. આ જાગૃતતા જ તમને તમારી સરકાર અપાવશે. ગાંધીજીએ અહીંથી જ આઝાદીનો અવાજ બુલંદ કર્યો હતો અને તેથી તમારે પણ લોકશાહીની રક્ષા માટે અહીંથી જ અવાજ ઉઠાવવો પડશે. આ દેશની પ્રકૃતિ છે તે મુજબ, નફરતની હવાને પ્રેમ અને કરૂણામાં બદલવી પડશે. આવનારા દિવસોમાં તમે સાચા નિર્ણય લો. સાચા મુદ્દાઓ ઉઠાવો અને સાચા સવાલો પૂછો. કારણ કે, આ દેશ તમારો છે અને તમે બનાવ્યો છે. ખેડૂતો, મહિલાઓ અને યુવાઓએ બનાવ્યો છે, બીજા કોઇએ દેશ બનાવ્યો નથી. આ દેશની રક્ષા માત્ર તમે જ કરી શકો છો. તમે તમારી જવાબદારી સમજો અને એકદમ જાગૃતતા સાથે સાચી સરકારને ચૂંટીને લાવો. આજે દેશમાં નફરત ફેલાવાઇ રહી છે, આપણી સંસ્થાઓ નષ્ટ થઇ રહી છે તેવા સમયે દેશની રક્ષા અને વિકાસ માટે આગળ વધીએ તે જરૂરી છે.

Related posts

મહાબલેશ્વરમાં બસ ખીણમાં ખાબકી : ૩૩નાં મોત

aapnugujarat

વધુ ઉમેદવાર હોય તેવી સીટ વધારાના બબ્બે બેલેટ યુનિટ

aapnugujarat

No one being forced to raise ‘Jai Shri Ram’ slogans, nothing to feel bad about such chants : UP CM

editor

Leave a Comment

UA-96247877-1