Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોચિન શીપયાર્ડમાં પ્રચંડ બ્લાસ્ટ : પાંચનાં મોત

કેરળના કોચિન શીપયાર્ડમાં એક બ્લાસ્ટમાં પાંચ લોકોના મોત થયા છે. આ બ્લાસ્ટમાં અન્ય ૧૧ લોકો ઘાયલ પણ થયા છે. બીજી બાજુ બ્લાસ્ટ થયા બાદ ફાયરબ્રિગેડની ટુકડી તરત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ એક જહાજમાં રિપેરિંગ કામગીરી ચાલી રહી હતી ત્યારે એકાએક બ્લાસ્ટ થયો હતો. શીપયાર્ડમાં બ્લાસ્ટ બાદ ભારે અફડાતફડી મચી ગઈ હતી. આગ ઉપર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. મૃત્યુ પામેલા લોકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઇ નથી. બીજી બાજુ કોચિન શીપયાર્ડમાં બ્લાસ્ટને લઇને કેરળ સરકાર હચમચી ઉઠી હતી. વિરોધ પક્ષો દ્વારા સરકાર ઉપર આક્ષેપબાજીનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. શીપયાર્ડમાં જહાજોની રિપેરિંગ કામગીરી સતત ચાલતી રહે છે.

Related posts

તમિળનાડુ : દિનાકરણ ૧૫ માર્ચે નવી પાર્ટી લોંચ કરશે

aapnugujarat

નોટબંધીનો નિર્ણય ખૂબ ઘાતક પુરવાર થયો : રાહુલ

aapnugujarat

एक ओर हादसाःनागपुर-मुम्बई दुरंतो एक्सप्रेस हुई दुर्घटनाग्रस्त

aapnugujarat

Leave a Comment

UA-96247877-1