Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

નેપિયર વન-ડેમાં ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ પર વિજય

નેપિયરના મેદાન ઉપર આજે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ પર ભારતે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે ૮૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે આઠ વિકેટે જીત મેળવી હતી.
પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમ ૧૫૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમ બે વિકેટે ૧૫૬ રન કરીને આ મેચ જીતી ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી આ મેચમાં કેપ્ટન વિલિયમસને ૬૪ રનની ઇનિંગ્સ રમી હતી. બાકીના ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. શ્રીલંકા સામેની શ્રેણીમાં ધરખમ ફોર્મમાં રહેલા ટેલરે માત્ર ૨૪ રન કર્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે ૩૯ રન આપીને ચાર વિકેટ અને મોહમ્મદ સામીએ ૧૯ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જીતવા માટેના ૧૫૬ રનના લક્ષ્યાંકને ભારતીય ટીમે માત્ર બે વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. શિખર ધવન ૭૫ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો જ્યારે કેપ્ટન કોહલી ૪૫ રન કરીને આઉટ થયો હતો. રાયડુ ૧૩ રન સાથે અણનમ રહ્યો હતો.
નેયિપરના મેદાનની વાત કરવામાં આવે તો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ મેદાન ઉપર આજની મેચ પહેલા છ મેચો રમાઈ હતી જે પૈકી ભારતીય ટીમને બે મેચો જીતવામાં સફળતા મળી હતી. જ્યારે ચાર મેચોમાં ન્યૂઝીલેન્ડની ટીમ જીતી છે. ન્યૂઝીલેન્ડની ટીમના એકંદરે દેખાવની વાત કરવામાં આવે તો આ મેદાન ઉપર ન્યૂઝીલેન્ડની ટીમે આજની મેચ પહેલા કુલ ૪૦ મેચો રમી હતી જે પૈકી ૨૪ મેચોમાં જીત થઈ હતી અને ૧૩ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બે મેચો ટાઈ રહી હતી અને એક મેચનું પરિણામ આવી શક્યું ન હતું. નેપિયરના મેદાન ઉપર બુધવારની મેચ પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છેલ્લી વન ડે મેચ ૧૯મી જૂન ૨૦૧૪ના દિવસે રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે ૨૯૨ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ૪૮.૪ ઓવરમાં ૨૬૮ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ન્યૂઝીલેન્ડે આ મેચ ૨૪ રની જીતી લીધી હતી. તે વખતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ધોની અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન તરીકે મેક્કુલમ હતા. જોરદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ આ મેદાન ઉપર પણ અગાઉ સદી ફટકારી હતી. ૨૦૧૪માં ૧૧૧ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૨૩ રનની ઈનિંગ્સ રમી હતી. ઉપરાંત ઉપરાંત ભારત માટે વિરેન્દ્ર સહેવાગે ૨૦૦૨માં આજ મેદાન ઉપર ૧૦૮ રનની ઈનિંગ્સ રમી હતી.

Related posts

IPL છોડી રહ્યા છે ક્રિકેટરો છતાં ટૂર્નામેન્ટ રમાડવા બોર્ડ મક્કમ

editor

પર્રિકર રાફેલ ડીલ સાથે સંમેત નહોતા એટલે જ પદ છોડી ગોવા પરત ફર્યા હતા : શરદ પવાર

aapnugujarat

મુંબઈ અટેકમાં પાકિસ્તાનના ત્રાસવાદીઓનો હાથ : શરીફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1